બલુચિસ્તાનમાં થયેલા ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ હવે પાકિસ્તાને પણ જવાબી હુમલો કરતા સ્થિતી વણસી છે. પાકિસ્તાની સેનાએ ઈરાનના ચાબહાર વિસ્તારમાં ગુરૂવારે સવારે હુમલા કર્યા છે. પાકિસ્તાને બલોચ લિબરેશન ફ્રંટ (BLF) અને બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા. અડધી રાત્રે પાકિસ્તાનના ફાઈટર જેટ પહોંચ્યા અને હુમલા કર્યા હતા. જો કે આ હુમલાથી જાનમાલના નુકસાન અંગે જાણકારી મળી શકી નથી.
#BREAKING_NEWS#Pakistan reportedly targets at least 7 locations inside #Iran, reportedly camps of BLA and BLF Terrorists in #Saravan.
Losses and damages reported.#MissileAttack #ISPR #IRGC #PakistanArmy pic.twitter.com/MZLL6RhTfs
— World News Hub (@WorldNewsHubWNH) January 18, 2024
પાકિસ્તાને જવાબી હુમલાની આપી હતી ધમકી
#BREAKING_NEWS#Pakistan reportedly targets at least 7 locations inside #Iran, reportedly camps of BLA and BLF Terrorists in #Saravan.
Losses and damages reported.#MissileAttack #ISPR #IRGC #PakistanArmy pic.twitter.com/MZLL6RhTfs
મંગળવારે ઈરાનના હુમલા બાદ પાકિસ્તાને આકરી પ્રતિક્રિયા આપી હતી.પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન અને ઈરાન વચ્ચે વાતચીતની ઘણી ચેનલો હોવા છતાં આ પ્રકારનું કામ થયું છે. આ તે સમય છે જ્યારે પાકિસ્તાન અને ઈરાનની નેવી બંને દેશો વચ્ચેના નજીકના સુરક્ષા સહયોગને રેખાંકિત કરવા માટે સંયુક્ત કવાયત કરી રહ્યા હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ઈરાનના વિદેશ મંત્રીને પણ કહ્યું હતું કે તેમને પણ જવાબ આપવાનો અધિકાર છે અને તેઓ જવાબ આપી શકે છે. જે બાદ આ હુમલાનો મામલો સામે આવ્યો છે.
ઈરાને કહ્યું- અમે ઈરાની જૂથને નિશાન બનાવ્યું
ઈરાનની સેનાએ મંગળવારે બલૂચિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ અલ-અદલના ઠેકાણા પર બોમ્બમારો કર્યો હતો. ઈરાની સેનાએ કહ્યું હતું કે મિસાઈલ અને ડ્રોન હુમલામાં બલૂચિસ્તાનના કોહ-એ-સબઝ વિસ્તારમાં આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના બે ગઢોને નષ્ટ કરી દીધા છે. ઈરાની ફાઈટર જેટ્સે જૈશ અલ-અદલના અડ્ડાઓને નિશાન બનાવ્યા બાદ ઈરાને કહ્યું હતું કે આ જૂથ ઈરાનનું છે અને તેણે પાકિસ્તાનને નિશાન બનાવ્યું નથી. ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દોલ્લાહિયાને કહ્યું કે ઈરાની મિસાઈલ અને ડ્રોનનું લક્ષ્ય ઈરાની આતંકવાદી જૂથ જૈશ અલ-અદલ હતું.