આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.
પાકિસ્તાન કે જ્યાં ઘણા લાંબા સમયથી તેના સૌથી મોટા પ્રાંત બલુચિસ્તાનમાં અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જોરદાર અલગાવવાદી આંદોલનો થઇ રહ્યા છે. તેવા સમયે પાકિસ્તાનના આર્મી જનરલ અસીમ મુનીરે જાહેરમાં ખુબ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમની આ કલીપ સોશ્યિલ મીડિયા પર જોરદાર વાઇરલ થઇ રહી છે. જનરલ અસીમ મુનીરે ઓવરસીઝ પાકિસ્તાની કન્વેનશનને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે , " આપણા વડલાઓએ વિચાર્યું હતું કે , આપણે હિંદુઓ કરતા દરેક રીતે અલગ છીએ . આપણા બેઉના ધર્મ અલગ છે , આપણા રિવાજ અલગ છે , આપણી પરંપરાઓ અલગ છે , આપણા વિચારો અલગ છે , આપણી મહત્વાકાંક્ષાઓ અલગ છે. અહીં જ ટુ નેશન થિયરીની નીવ છે. આપણે બે અલગ રાષ્ટ્ર છીએ . આપણે ક્યારેય એક રાષ્ટ્ર નથી . " આર્મી જનરલ અસીમ મુનીરે વધુમાં કહ્યું છે કે , આપણા વડલાઓએ પાકિસ્તાનની સ્થાપના કરવા માટે જોરદાર સંઘર્ષ કર્યો છે. પાકિસ્તાન હમણાં ઘણા સમયથી અસ્થિરતાઓનો સામનો કરી રહ્યું છે. ત્યાંના મોટાભાગના સંસાધનો પર સેનાનો અધિકાર છે. માટે વિશ્વના મોટા ભાગના દેશો માટે એક જોરદાર શંકા હોય છે કે , પાકિસ્તાની સરકાર સાથે સંવાદ કરવો કે પછી પાકિસ્તાની સેના. પાકિસ્તાની રાજધાની ઇસ્લામાબાદ કરતા , રાવલપિંડી જ્યાં પાકિસ્તાની સેનાનું વડુમથક છે , એક ખુબ તાકાતવર છે .
વાત કરીએ અમેરિકાની , પાછલા કેટલાક સમયથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચાઈનાની સપ્લાયચેનને સેબોટેજ કરવા માંગે છે. તેમણે હવે ચાઇના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી નાખ્યો છે. તો આ તરફ ચાઈના ભયકંર રીતે ગુસ્સે ભરાયેલું છે. તો હવે ચાઈનાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જીયાને કહ્યું છે કે , અમેરિકાએ બ્લેકમેઈલિંગ બંધ કરવું જોઈએ. મહેરબાની કરીને અમને એક ટેરિફ રેટ જણાવો . જો અમેરિકા ખરેખર વાતચીત દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવા માંગે છે તો તેણે દબાણ અને ધમકાવવાનું બંધ કરવું જોઈએ. વાત કરીએ અમેરિકાની અને ચાઈનાની , તો ચાઈનાએ જાહેર કરી દીધું છે કે તે ૨૦૪૯ સુધીમાં મહાસત્તા બનશે. માટે ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા ગમે તેમ કરીને ચાઈનામાં અરબ સ્પ્રિંગ જેવું કરાવવા માંગે છે . એટલેકે , ચાઈનામાં કમ્યુનિસ્ટ પાર્ટીનો સત્તા પલટો કરાવવા માંગે છે જે છેક ૧૯૪૯થી ચાઈનામાં સત્તા પર છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ પગલાંથી ચાઈનામાં મંદી આવી શકે છે. આપોઆપ તેની જનતા રસ્તે ઉતરીને વર્તમાન કમ્યુનિસ્ટ પાર્ટીના શાસનને ઉખાડી ફેંકશે. આવું ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સમર્થકોનું માનવું છે. વાત કરીએ અરબ સ્પ્રિંગ. તો તે અરબ દેશોની તાનાશાહ સરકારોની સામે જનતાનો વિરોધ હતો . જેની શરૂઆત ૨૦૧૦માં ટ્યૂનિશિયાથી થઇ હતી. આ અરબ સ્પ્રિંગથી લિબિયા , ઇજિપ્ત , યમન , સીરિયા અને બહેરીનમાં જોરદાર વિરોધ થયો હતો. ટ્યૂનિશિયામાં ઝૈનુલ આબેદીન બિન અલી , લીબિયામાંથી મોહમ્મદ ગદ્દાફી અને ઇજિપ્તમાંથી હોસ્ની મુબારકે રાજીનામુ આપવું પડ્યું હતું . હવે અમેરિકા આવું કઈંક ચીનમાં કરાવવા માંગે છે .
વાત કરીએ ભારતની , છેલ્લા ત્રણ થી ચાર દાયકાઓ દરમ્યાન વિદેશમાં ભણવા જવાનો ક્રેઝ જોરદાર રીતે વધ્યો છે . જોકે અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસમાં એક ખુબ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને બ્રિટન જવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યામાં જોરદાર ઘટાડો નોંધાયો છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રસિદ્ધ થયેલ ડેટા મુજબ , ભારતીય વિદ્યાર્થીઓને વિઝા મળવામાં આ ત્રણ દેશો કેનેડા , અમેરિકા અને બ્રિટનમાં ૨૫% જેટલો ઘટાડો નોંધાયો છે. વાત કરીએ કેનેડાની , ઇમિગ્રેશન રેફયુજી અને સિટિઝનશીપ કેનેડાના ડેટા મુજબ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા મળવામાં ૩૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓને વિઝા મળવામાં ૩૪ ટકાનો ઘટાડો નોંધાયો છે . જયારે યુનાઇટેડ કિંગડમમાં ૨૬ ટકા ઘટાડો છે. વાત કરીએ કે આ ત્રણ દેશો કેનેડા , બ્રિટન અને અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જેમ કે , કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૧૫માં ૩૧,૯૨૦ હતી જે વધીને ૨૦૨૩માં ૨,૭૮,૧૬૦ થઇ ગઈ છે. વાત કરીએ યુનિટેડ કીંગ્ડમની તો , ૨૦૧૫માં ભારતીય વિદ્યાર્થીઓ ૧૦,૪૧૮ હતા તેમની સંખ્યા વધીને ૨૦૨૩માં ૧,૧૯,૭૩૮ થઇ છે. અમેરિકામાં ૨૦૧૫માં ૭૪,૮૩૧ F ૧ વિઝા ધારકો એટલેકે ભારતીય વિદ્યાર્થીઓ હતા જેમની સંખ્યા વધીને ૨૦૨૩માં ૧,૩૦, ૭૩૦ થઈ ગઈ છે.