એક તરફ નેપાળમાં તીવ્ર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે તો બીજી તરફ પાકિસ્તાનના સેના એરબેઝ પર શનિવાર સવારે આંતંકી હુમલો થયો છે. મળતી માહિતી અનુસાર આતંકવાદીઓએ સીઢી લગાવી અને તારને કાપી એરબેઝની દિવાલને ઓળંગી હતી. આ ઘટનાને લઈ બે ફોટો સામે આવ્યા છે. ભીષણ ગોળીબારી થઈ, બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યું. બોમ્બ બ્લાસ્ટ કરી આગ લગાવી દીધી તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર મિયાંવાલીમાં પાકિસ્તાન એરફોર્સ બેઝ પર હુમલો થયો છે. પાકિસ્તાન સેનાએ પણ જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.
આ આતંકવાદી સંગઠને લીધી હુમલાની જવાબદારી!
પાકિસ્તાનથી અનેક વખત ફાયરિંગની, આતંકવાદી હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે શનિવાર સવારે એરબેઝ પર હુમલો થયો હોય તેવી માહિતી સામે આવી છે. આતંકવાદીઓએ આ વખતે એરબેઝને પોતાનો ટાર્ગેટ બનાવ્યું છે. મળતી માહિતી અનુસાર આ હુમલામાં 3 ફાઈટર પ્લેનને સળગાવી દેવામાં આવ્યા છે. આ ઘટનાની જવાબદારી ટીજેપી દ્વારા લેવામાં આવી છે. પાકિસ્તાનમાં પંજાબના મિયાંવાલીમાં આવેલા સેનાના એરબેઝમાં આતંકવાદીઓ ઘૂસી ગયા હતા અને હુમલો કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનાની જવાબદારી, તહરીક-એ-જેહાદ દ્વારા લેવામાં આવી છે. ટીજેપીના પ્રવક્તાએ આ હુમલાની જવાબદારી લીધી છે.