પાકિસ્તાન મોંઘવારી, બેરોજગારી, ભયાનક ગરીબી તથા રાજકીય અસ્થિરતા સહિતની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. હવે લિશ્લના અન્ય દેશોએ તેમના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરીને પાકિસ્તાનનો પ્રવાસ ટાળવાની સલાહ આપી છે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા પછી હવે સાઉદી અરેબિયાએ પણ તેના નાગરિકોને સ્પષ્ટ સુચના આપી છે.
#تنبيه pic.twitter.com/6A7Q7z3lAl
— السفارة في باكستان - سعودی سفارت خانہ (@KSAembassyPK) December 26, 2022
શા માટે પાકિસ્તાનને લઈ હાઈ એલર્ટ?
#تنبيه pic.twitter.com/6A7Q7z3lAl
— السفارة في باكستان - سعودی سفارت خانہ (@KSAembassyPK) December 26, 2022પાકિસ્તાન સ્થિત અમેરિકાના દુતાવાસે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદના મેરિયેટ હોટેલમાં અમેરિકાના નાગરિકો સામે આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. અમેરિકાએ તેના નાગરિકોને પાકિસ્તાનની ફાઈવ સ્ટાર હોટેલમાં પ્રવેશ કરવાની મનાઈ ફરમાવી છે. અમેરિકાએ તેના નાગરિકોને રજાઓ દરમિયાન ઈસ્લામાબાદમાં બિનજરૂરી યાત્રા ટાળવાની નાગરિકોને સલાહ આપી છે. તે ઉપરાંત બ્રિટને પણ તેના નાગરિકોને ખૈબર પખ્તુનખ્વાના બજુઆર, મોહંમદ ખૈબર, ઓરકઝઈ, કુર્રમ, ઉત્તરી વઝીરિસ્તાન, અને દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લામાં નહીં જવાની સલાહ આપી છે.