પદ્મ એવોર્ડ 2024ની કરાઈ જાહેરાત, ગુજરાતની આ 6 હસ્તીઓને એનાયત કરવામાં આવશે એવોર્ડ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-26 12:03:12

ગુરૂવારે કેન્દ્ર સરકારે એવોર્ડ અંગેના નામની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા 110 પદ્મ શ્રી, 5 પદ્મ વિભૂષણ. 17 પદ્મ ભૂષણ પુરસ્કારની જાહેરાત કરી હતી. ગુજરાત માટે આ ગણતંત્ર દિવસ ખાસ રહેવાનો છે કારણકે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી તેમાં આપણા ગુજરાતીઓના નામ પણ જાહેર થયા છે જેને પદ્મ પુરસ્કાર મળવાના છે 

આટલા મહાનુભાવોને કરાશે સન્માનિત! 

કોને કોને પદ્મ એવોર્ડ મળવાનો છે તેવી વાત કરીએ તો ગુજરાતના જાણીતા ડોક્ટર તેજસ પટેલને પદ્મભૂષણ એવોર્ડ મળવાનો છે. તે ઉપરાંત કુંદન વ્યાસ, મિથુન ચક્રવર્તી, રામ, ઉષા ઉથુપ સહિત 17 મહાનુભાવોને પદ્મભૂષણ એનાયત કરવામાં આવશે. વલસાડના યઝદી ઇટાલિયા, આસામના પાર્વતી બરુઆ, ગુજરાતના હાસ્ય કલાકાર કે જેમણે કરોડો રૂપિયા પોતાના શો દ્વારા પ્રાપ્ત કરીને દાનમાં આપ્યા એવા જગદીશ ત્રિવેદી સહિત 110ને પદ્મશ્રી અને એક્ટ્રેસ વૈજયંતી માલા, વેંકૈયા નાયડુ સહિત 5 હસ્તીઓને પદ્મ વિભૂષણ અવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 

padma-awards-Announcement 2024-check-full-list-of-padma-shri-padma-bhushan-padma-vibhushan-awardees Padma Awards: ગુજરાતના આ જાણીતા ડોક્ટર સહિત 17 લોકોને આપવામાં આવશે પદ્મ ભૂષણ,ચિરંજીવીને મળશે પદ્મ વિભૂષણ

પીએમ મોદીએ કરી હતી જગદીશ ત્રિવેદીની તારીફ 

2024 માટે પદ્મશ્રી એવોર્ડ એવા લોકોને આપવામાં આવી રહ્યો છે જેઓ અત્યાર સુધી અનામી હતા. જેમનું કામ તો સરસ હતું પણ એ ચર્ચાઑમાં નોહત રેહતા એવા બધા લોકોનો આ વખતે પદ્મ ઍવોર્ડમાં સમાવેશ છે અને આ બધા નામોમાં પણ સૌથી ચર્ચામાં આવેલું નામ એટલે જગદીશ ત્રિવેદી કારણકે હમણાં થોડા દિવસ પહેલા જ પ્રધાનમંત્રી મોદીએ મન કી બાત કાર્યક્રમમાં તેમની તારીફ કરી હતી ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.


તેજસ પટેલને એનાયત કરાયો પદ્મ ભુષણ એવોર્ડ!

ડૉક્ટર તેજસ પટેલની વાત કરીએ તો ગુજરાત સહિત ભારતના જાણીતા કાર્ડિઓલોજીસ્ટ છે. તેમણે અનેક રાજકીય અને સામાજીક અગ્રણીઓની હૃદયરોગની સારવાર કરી છે. કોરોનાકાળ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા રચાયેલી નિષ્ણાંત લોકોની સમિતિમાં તેઓ સામેલ હતા.


કટારલેખક તરીકે જાણીતા છે રઘુવીર ચૌધરી 

રઘુવીર ચૌધરી લેખક નવલકથાકાર, કવિ અને વિવેચક તરીકે સવિશેષ પ્રતિષ્ઠિત છે. તેમણે સંદેશ, જન્મભૂમિ, નિરીક્ષક અને દિવ્ય ભાસ્કર જેવા અસંખ્ય અખબારો માટે કટારલેખક તરીકે પણ કામ કર્યું છે. તેઓ 1998માં તેમની નિવૃત્તિ સુધી ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષક હતા. હવે વાત કરીએ  ડૉ. યઝદી ઇટાલિયાની જેમને સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામમાં યોગદાન આપવા બદલ પદ્મશ્રી અવોર્ડ મળ્યો છે. તેમણે ઇન્ડો-યુએસ એનબીએસ પ્રોજેક્ટ હેઠળ ઘણા ICMR સંશોધન પ્રોજેક્ટમાં કામ કર્યું હતું 



પ્રાણીઓની સેવામાં સમર્પિત કર્યું પોતાનું જીવન 

આસામના ગૌરીપુરના રાજવી પરિવાર સાથે જોડાયેલાં પાર્વતી બરુઆને શરૂઆતથી જ પ્રાણીઓ પ્રત્યે વિશેષ પ્રેમ હતો. ખાસ કરીને હાથીઓથી. તેમનો આ પ્રેમ તેમના જીવનનો ધ્યેય બની ગયો અને તેમણે પોતાનું આખું જીવન પ્રાણીઓની સેવામાં સમર્પિત કરવાનું નક્કી કર્યું. તે એશિયન એલિફન્ટ સ્પેશિયાલિસ્ટ ગ્રુપના સભ્ય છે અને આવા તો અનેક સામાજિક અને દેશ માટે સારું કામ કરતાં હોય એવા લોકોના નામ આ લિસ્ટમાં છે .



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...