પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના સભ્ય દિનેશ બાંભણિયાને કોર્ટે એક મારા મારીના કેસમાં મોટી રાહત આપી છે. 2014 -15ના મારામારીના કેસમાં પાસ નેતા દિનેશ બાંભણિયાને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા કર્યા છે. દિનેશ બાંભણિયા વિરુદ્ધ કમળાપુર મંડળીમાં મારામારીનો ગુનો નોંધાયો હતો.
દિનેશ બાંભણિયા સામે આરોપ શું હતો?
પાટીદાર નેતા દિનેશ બાંભણિયા સામે પોતાના જ ગામ કમળાપુર મંડળીમાં 2015માં મારામારી કરી હોવાના આરોપ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મારામારીનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો જો કે કોર્ટે આજે દિનેશ બાંભણિયાને નિર્દોષ ઠેરવ્યા છે.
દિનેશ બાંભણિયાએ ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે PAASના કન્વીનર દિનેશ બાંભણિયા થોડા દિવસ અગાઉ ટ્વિટ કરી પોતે ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજકીય માહોલ વચ્ચે પાટીદાર અગ્રણીયો દ્વારા 2015 અને 2017 સુધી જે આંદોલનો કરાયા તેને લઈને હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આથી PAASના પ્રાથમિક 25 નેતાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે. જેની સંખ્યામાં આગામી સમયમાં વધારો પણ થઇ શકે છે તેમ જણાવાયું હતું.