ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટીઓમાં ભરતી મેળો થતો હોય તેવા દ્રશ્યો સામે આવતા રહે છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ચૂંટણી પ્રયારમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીએ આજે માસ્ટર સ્ટ્રોક માર્યો છે, PAAS નેતા અલ્પેશ કથિરીયા કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાઈ ગયા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથિરીયા જોડાતા આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં ફાયદો થશે. અલ્પેશ કથિરીયાની સાથે સાથે ધાર્મિક માલવીયા પણ આપમાં જોડાયા છે.
ગુજરાતની ચૂંટણીમાં પાટીદાર સમાજનો દબદબો જોવા મળે છે. એવું માનવામાં આવે છે પાટીદાર સમાજ જેની તરફ હોય છે તે પાર્ટીની સરકાર બનતી હોય છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથિરીયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. હવે તેમણે AAPનો ખેસ ધારણ કર્યો છે, ત્યારે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને પાટીદારોનું સમર્થન મળશે તેવું માનવામાં આવી રહ્યું છે.
સુરત સૌરાષ્ટ્રની તાસીર છે - અલ્પેશ
આપમાં જોડાયા બાદ અલ્પેશ કથિરીયાએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને યાદ કર્યા હતા. પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે જેટલો સંઘર્ષ મોટો, એટલી જીત શાનદાર. એવું કહેવાય છે કે સુરત સૌરાષ્ટ્રની તાસીર છે. જે સૌરાષ્ટ્રમાં થાય છે તે સુરતમાં પણ થાય છે. જે સુરતમાં અનાજ પહોંચાડે છે તે સૌરાષ્ટ્રની ભૂમિમાંથી જોડાવવાનું નક્કી કર્યું હતું. 2 રાજદ્રોહ સહિત 22 કેસો અમને મળ્યા છે. 2015થી આજ સુધી વિશિષ્ટ આંદોલન થયા. 7 વર્ષ સુધી જો કોઈ આંદોલન થયું તો પાટીદાર સમાજનું આંદોલન છે.
સ્ટોરી અપડેટ થઈ રહી છે....