ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે અનેક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. અનેક નેતાઓ પોતાની પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ચૂંટણી નજીક આવી રહી છે તે પૂર્વે આમ આદમી પાર્ટીમાં ભંગાણ થઈ ગયું છે. દરેક પાર્ટી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીમાં મોટુ ભંગાણ થયું છે. પાટિદારોને આકર્ષવા દરેક પાર્ટી પ્રયાસ કરી રહી છે. ચૂંટણી પહેલા PAASના કન્વિયર નીતિન ઘેલાણી ભાજપમાં જોડાયા છે. સી.આર.પાટીલે તમામ લોકોનું સ્વાગત કર્યું હતું.
PAAS કન્વિનર નીતિન ઘેલાણી ભાજપમાં જોડાયા
ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. ત્યારે ચૂંટણી પહેલા દરેક પાર્ટીમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. પોતાની પાર્ટીને છોડી બીજી પાર્ટીમાં નેતાઓ જોડાઈ રહ્યા છે. ત્યારે સુરત આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે કારણ કે અલ્પેશ કથીરિયાના પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો ભાજપમાં જોડાયા છે. ઉપરાંત ભાવનગર PAASના કન્વિનર નીતિન ઘેલાણી ભાજપમાં જોડાયા છે. સી.આર.પાટીલે તમામ લોકોનું સ્વાગત કર્યું હતું.
ભાજપને થઈ શકે છે ફાયદો
નીતિન ઘેલાણી સાથે 40 જેટલા કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પહેલા તેમનું આગમન થતાં ભાજપને ઘણો ફાયદો થઈ શકે છે. તેમના આવવાથી પાટીદારોનું સમર્થન મળી શકે છે.