કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે પીએમ મોદી પર આરોપ લગાવ્યો હતો કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતવિસ્તાર આધારિત સંસદીય લોકશાહીના આધારને જ નબળો પાડી રહ્યા છે. તેમણે કહ્યું. કે "RSS દેશમાં પ્રમુખ શાહી આધારિત શાસન લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેમાં બહુમતીવાદ તેના મુળીયા જમાવી દે છે."
મોદીએ હિમાચલમાં ઉમેદવારને ભૂલીને કમળને મત આપવાની કરી અપીલ
ચિદમ્બરમની આ ટિપ્પણી હિમાચલ પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોલન રેલી પછી આવી છે. જેમાં મોદીએ કહ્યું હતું કે તેઓ કમળના ફૂલને સમર્થન આપે, તેમનો મત મારા માટે આશીર્વાદ બની રહેશે. પીએમ મોદીએ કહ્યું હતું કે, લોકોને પરવા કરવાની જરૂર નથી કે ઉમેદવાર કોણ છે? તમારે ફક્ત કમળ યાદ રાખવાનું છે. હું તમારી પાસે કમળ લઈને આવ્યો છું. જ્યારે તમે વોટ કરવા જાઓ અને કમળ જુઓ ત્યારે તમને ખબર હોવી જોઈએ કે ભાજપ અને મોદી તમારી પાસે આવી ગયા છે. કમલ માટે તમારો દરેક વોટ મોદી માટે આશીર્વાદ બની રહેશે.
સંસદીય ચર્ચાઓ અને મીડિયાથી દુર રહે છે મોદી
ચિદમ્બરમે કહ્યું કે, વડાપ્રધાન મતદારોને કહી રહ્યા છે કે તેમને મતવિસ્તારના ઉમેદવારનું નામ યાદ રાખવાની જરૂર નથી. કમલને જ વોટ આપો, મોદીને વોટ આપો. ચિદમ્બરમે કહ્યું કે, સંસદીય ચર્ચાઓ અને મીડિયા પ્રેસ કોન્ફરન્સથી દૂર રહીને પીએમ મોદી દેશમાં રાષ્ટ્રપતિ આધારિત સત્તા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.