ઓવૈસી તોડશે મુસ્લિમ વોટ ? વડગામ બેઠક પર મેવાણી સામે ઉતાર્યો ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2022-11-16 17:53:26

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વધુ ત્રણ ઉમેદવારની જાહેરાત કરી છે. AIMIMએ કલ્પેશ સુંઢિયાને વડગામ, અબ્બાસ નોડસોલા સિદ્ધપુર અને જૈનબીબી શેખને અમદાવાદની વેજલપુર બેઠક પરથી ચૂંટણીમાં ઉતાર્યા છે. 

દલિત નેતા જીગ્નેશ મેવાણી ફરી એકવાર વડગામથી ચૂંટણી લડી રહ્યા છે. 2017માં જીગ્નેશ મેવાણી કોંગ્રેસના સમર્થનથી જીત્યા હતા 2022ની ચૂંટણીમાં જીગ્નેશ મેવાણી હવે કોંગ્રેસના ઉમેદવાર છે. તો તેમને ઘેરવા માટે તેમની સામે ભાજપે કોંગ્રેસના પૂર્વ નેતા અને ધારાસભ્ય મણિલાલ વાઘેલાને મેદાનમાં ઉતાર્યા છે. AAP તરફથી દલપત ભાટિયા મેદાનમાં છે, AIMIMએ પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે વડગામની અનામત બેઠક પર કલ્પેશ સુંઢિયાને AIMIMએ ઉમેદવાર બનાવ્યા છે 


AIMIMનો બીજો હિન્દૂ ઉમેદવાર

AIMIMએ અત્યાર સુધી 182 બેઠકમાંથી 14 બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી છે. વડગામની અનામત બેઠક પર કલ્પેશ સુંઢિયાના નામની જાહેરાત કરી છે. કલ્પેશ સુંઢિયા બીજા હિન્દૂ ઉમેદવાર છે જેમણે ઓવૈસીની પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા દાણીલિમડાની અનામત સીટ પર કૌશિકા પરમારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.


દલિત મુસ્લિમ મતને સાધવાનો પ્રયાસ 

વડગામ બેઠક પર કોંગ્રેસને મજબૂત માનવામાં આવે છે. અહીં 2.94 લાખ મતદારો છે. જેમાં સૌથી વધુ મુસ્લિમ અને દલિત મતદારો છે, ત્યારબાદ ચૌધરી, ઠાકોર અને ક્ષત્રિયની ભાગીદારી છે. 1995 પછી કોંગ્રેસ ચાર વખત આ બેઠક જીતી છે. અસદુદ્દીન ઓવૈસી ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન મુસ્લિમ અને દલિત વોટને મેળવવાના પ્રયાસમાં લાગેલા છે. 2021માં મહાનગરપાલિકાની ચૂંટણીમાં 26 બેઠકો પર AIMIMને જીત મળી હતી. મે 2022થી સતત ઓવૈસી ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...