ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં પ્રચાર કરવાનો આજે અંતિમ દિવસ છે. સાંજે ચૂંટણી પડઘમ શાંત થઈ જશે. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા દરેક પાર્ટી પ્રચારમાં લાગી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી મેદાનમાં જંગ જામવાનો છે. ત્યારે AIMIMના ઓવૈસી પણ પોતાની પાર્ટીનો પ્રચાર કરવા ગુજરાત આવ્યા હતા. પરંતુ જ્યારે અમદાવાદમાં તેઓ પ્રચાર કરવા આવ્યા હતા ત્યારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઓવૈસીને જોતા સ્થાનિકોએ લગાવ્યા ગો બેકના નારા.
કાળો વાવટા બતાવી કર્યો વિરોધ
ગુજરાતમાં AIMIMએ અનેક બેઠકો પર પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેમનો પ્રચાર કરવા ઓવૈસી અમદાવાદ આવ્યા હતા. પરંતુ અમદાવાદમાં તેમનો વિરોધ થયો હતો. રોડ શો કરી રહ્યા હતા તે દરમિયાન સ્થાનિકોએ ગો બેકના નારા લગાયા હતા અને રોડ શો દરમિયાન કાળો ઝંડો બતાવી વિરોધ નોંધાવ્યો હતો.
સંબોધન દરમિયાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ
જમાલપુર ખાતે પોતાના ઉમેદવાર સાબીર કાબલીવાલા માટે પ્રચાર કરવા આવેલા હતા. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે મોદી કોંગ્રેસના પપ્પા છે. ગુજરાત ચૂંટણીની નજર જમાલપુર બેઠક પર છે. અહીં લડાઈ ભાજપ અને એઆઈએમઆઈ વચ્ચે છે. ચૂંટણી ઓવૈસી અને નરેન્દ્ર મોદી વચ્ચે છે.