રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જ્યારથી શરૂ થઈ છે ત્યારથી કોઈને કોઈ કારણોસર તે ચર્ચામાં આવતી હોય છે. રાહુલ ગાંધીએ યાત્રા દરમિયાન અનેક વખત પ્રેસ કોન્ફરન્સ કરી છે, જેમાં સરકાર વિરૂદ્ધ તેમણે આકરા પ્રહારો કર્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમણે રાહુલ ગાંધીને મારી નાખ્યા છે. આ વાતને લઈ AIMIMના વડાએ રાહુલ પર પ્રહાર કર્યા છે. ઓવૈસીએ કહ્યું કે જો રાહુલ ગાંધી મરી ગયા છે તો જે યાત્રામાં ફરી રહ્યા છે તે જીન છે.
રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા છે પ્રહાર
કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રાને સારો જનપ્રતિસાદ મળી રહ્યો છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ ગઈ છે અને આવનાર દિવસોમાં અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. જ્યારથી રાહુલ ગાંધીએ આ યાત્રાની શરૂઆત કરી છે ત્યારથી તેઓ ચર્ચામાં રહે છે. યાત્રા દરમિયાન કેન્દ્ર સરકાર તેમજ ભાજપ આકરા પ્રહારો કર્યા છે..
પોતાને મારી નાખ્યો વાળા નિવેદન પર ઓવૈસીનો સવાલ
યાત્રામાં અનેક વખત તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ત્યારે થોડા દિવસો પૂર્વે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમણે રાહુલ ગાંધીને મારી નાખ્યા છે. આ વાત પર AIMIMના વડાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધી મરી ગયા છે તો જે યાત્રા કરી રહ્યા છે તે જીન છે?
ટી-શર્ટ અંગે પણ કરી ટિપ્પણી
ઉપરાંત રાહુલ ગાંધીની ટી-શર્ટ પણ ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે. ટી-શર્ટ મુદ્દે પર પણ તેમણે પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી 50 વર્ષના થઈ ગયા છે. અને કહી રહ્યા છે કે ઠંડી નથી લાગતી, જ્યારે રાજધાની દિલ્હી સહીત ઉત્તરભારતના રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે.
જાન્યુઆરીમાં થશે યાત્રાનું સમાપન
7 સપ્ટેમ્બર 2022થી કન્યાકુમારીથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો અને આ યાત્રાની સમાપ્તિ 30 જાન્યુઆરીએ થવાની છે. શ્રીનગરમાં આ યાત્રાનું સમાપન થવાનું છે. આ પદયાત્રા તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, પંજાબ અને ઉત્તરપ્રદેશમાંથી પસાર થઈ છે.