ઓવૈસીએ AAPને ગણાવ્યું RSSનું 'છોટા રિચાર્જ', સુંદરકાંડના પાઠ કરવાના નિર્ણયને વખોડ્યો, આપ પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2024-01-16 14:55:32

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આમ આદમી પાર્ટીને RSSનું છોટા રિચાર્જ ગણાવીને આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે સુંદર કાંડના પાઠ કરવાની આપની જાહેરાતને લઈ પાર્ટીની જોરદાર ટીકા કરી હતી. અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટીએ મંગળવારે દિલ્હીની તમામ 70 વિધાન સભા સીટોમાં સુંદરકાંડનો પાઠ આયોજીત કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ધ્યાનમાં રાખીને લીધો છે. 


2,600 સ્થાનો પર સુંદરકાંડના પાઠ


AAPના નેતા સૌરભ ભારદ્વાજે સોમવારે કહ્યું હતું કે તેમની પાર્ટી મંગળવારે દિલ્હીની તમામ 70 વિધાનસભા સીટોમાં સુંદરકાંડ પાઠનો કાર્યક્રમ આયોજીત કરશે. આગામી સપ્તાહથી દરેક મંગળવારે શહેરના તમામ વિધાનસભા ક્ષેત્રો અને નગર નિગમ બોર્ડ સહિત 2,600 સ્થાનો પર સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. આ જ કારણે આમ આદમી પાર્ટીમાં જ એક સંગઠન બનાવવામાં આવ્યું છે. 


પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ કરાઈ જાહેરાત


આપે આ ઘોષણા 22 જાન્યુઆરીના રોજ યોજાનારા રામ મંદિરક પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ઔપચારિક નિમંત્રણ પણ નથી મળ્યું. જો કે મુખ્યમંત્રીને કેટલાક દિવસ પહેલા એક પત્ર મળ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમને એક ઔપચારિક નિમંત્રણ મોકલવામાં આવશે અને તે દિવસે તે કોઈ અન્ય કાર્યક્રમ આયોજીત કરે નહીં. 


AAPના નિર્ણયથી નારાજ ઓવૈસી


સુંદરકાંડનું આયોજન કરવાના AAPના તાજેતરના નિર્ણય બાદ ઓવૈસી નારાજ થઈ ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ નિર્ણય અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે RSSના નાના રિચાર્જે નક્કી કર્યું છે કે દર મહિનાના પહેલા મંગળવારે દિલ્હીના દરેક વિધાનસભા ક્ષેત્રમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ ઉદ્ઘાટન થવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


બિલ્કીસ બાનોનો ઉલ્લેખ કરતાં ઓવૈસીએ યાદ અપાવ્યું કે આ એ જ લોકો છે જેમણે આ મુદ્દે મૌન જાળવી રાખ્યું હતું. એવું કહ્યું હતું કે તેઓ માત્ર શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓ પર વાત કરવા માંગે છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...