સુરતમાં 200થી વધુ કોંગ્રેસના કાર્યકરો BJPમાં જોડાયા, રાહુલ ગાંધીના વિશ્વાસુ નિકેત પટેલે પણ કેસરિયા કર્યા


  • Published By :
  • Published Date : 2024-02-21 18:20:35

ગુજરાતમાં ભાજપે રીતસરનું ભરતી અભિયાન શરૂ કર્યું છે, લોકસભા ચૂંટણી પહેલા ભાજપની વહેતી ગંગામાં ડૂબકી લગાવવા માટે કોંગ્રેસ અને આપના નેતાઓ પડાપડી કરી રહ્યા છે. આજે પણ સુરતમાં ભાજપ કાર્યલય ખાતે પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં કોંગ્રેસના 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. CR પાટીલે કોંગ્રેસના હોદ્દેદારોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. 


રાહુલ ગાંધીના વિશ્વાસુ પણ BJPમાં જોડાયા


સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં રાહુલ ગાંધીના વિશ્વાસુ મનાતા નિકેત પટેલ સહિત 200થી વધુ કોંગ્રેસના હોદ્દેદારો પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા અને જય શ્રી રામના નારા સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.


નિકેત પટેલે શું કહ્યું?


કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયેલા નિકેત પટેલે પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કોગ્રેસને નિશાન બનાવી કહ્યું કે, "કોંગ્રેસ રામમંદિર મુદ્દે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી શકી નથી. રામમંદિર નિર્માણની વાત હોય કે પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ હોય આ અંગે પણ કોંગ્રેસે પોતાની વાત સ્પષ્ટતાથી મૂકી નથી, એ બાબતનું ખૂબ જ દુઃખ હતું. કોંગ્રેસમાં જૂથવાદ હજુ પણ યથાવત્ છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને હું છેલ્લા ઘણા સમયથી વ્યથિત થતો હતો અને આખરે મોટી સંખ્યામાં કોંગ્રેસના કમિટેડ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે આજે ભાજપમાં જોડાવવાનો નિર્ણય લીધો છે."



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.