બાંગ્લાદેશમાં જહાજ ડૂબતા 20થી વધુના મોત, 30 ગાયબ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 21:02:06

બાંગ્લાદેશમાં શ્રદ્ધાળુઓને લઈ જતું જહાજ ડૂબવાના સમાચાર મળી રહ્યા છે. બાંગ્લાદેશના પંમઢીના કોરોટોઆ નદીમાં જહાજ ડૂબ્યું હતું જેમાં 20થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે અત્યાર સુધીમાં જહાજમાં સવાર 30 લોકો ગાયબ થઈ ગયા છે. 


શ્રદ્ધાળુઓ મંદિર જઈ રહ્યા હતા 

દુર્ગા પૂજાનો સમય ચાલી રહ્યો છે ત્યારે આજે બપોરે દોઢ વાગ્યા નજીક શ્રદ્ધાળુઓ દુર્ગા પૂજા અને મહાલયા ઉત્સવ મનાવવા માટે લગભગ 100 જેટલા લોકો જહાજમાં બેસીને બિદેશરી મંદિર જઈ રહ્યા હતા. વજન વધી જતાં અચાનક જહાજ ડૂબી ગયું હતું જેના કારણે 24 લોકોના મોત થયા છે અને 30 લોકો ગાયબ થયા છે. બચાવ ટીમે 50થી વધુ લોકોને બચાવી લીધા છે અને અનેક લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પંચમઢી જિલ્લાના બોડા ખાતેની હોસ્પિટલમાં લોકોની સારવાર ચાલી રહી છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?