Gujaratમાં 5 વર્ષથી સતત બનતી દુર્ઘટનાઓમાં આપણાં બાળકોનો ભોગ લેવાયો, શું સરકાર સમજી શકશે એ માતાની પીડા જેણે પોતાનું સંતાન ગુમાવ્યું છે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-26 08:37:31

કહેવાય છે કે બાળકો ઈશ્વરને પ્યારા હોય છે... બાળકોને ઈશ્વરનું રૂપ માનવામાં આવે છે..  જ્યારે ફૂલ જેવા માસુમ બાળકો મોતને ભેટે છે ત્યારે આપણે માત્ર પ્રાર્થના કરી શકીએ છીએ કે હે ઈશ્વર તું બાળકને પોતાના ચરણોમાં રાખશે.. તેની સંભાળ  રાખજે.. પરંતુ જ્યારે માનવસર્જીત દુર્ઘટનામાં માસુમ અને નિર્દોષ બાળક મુત્યુ પામે છે ત્યારે શું ઈશ્વરને પણ એ ગમતું હશે? શું ઈશ્વરને ગુસ્સો નહીં આવતો હોય? કદાચ આવતો હશે..! માનવસર્જીત લાપરવાહીને ઘણી વખત કુદરતી આફત ગણાવી દેવામાં આવે છે ત્યારે.!  

કોઈની લાપરવાહીને કારણે જાય છે માસુમોના જીવ

ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોમાં એટલી બધી દુર્ઘટના સર્જાઈ છે જેમાં બાળકો કાળનો કોળિયો બન્યા છે.. માત્ર બાળકોના નામ બદલાય છે, જગ્યા બદલાય છે પરંતુ નથી બદલાતી તો તે છે માતા પિતાની પીડા.. જે લોકો માતા પિતા હશે તે સારી રીતે સમજી શકશે આવી દુર્ઘટના થાય ત્યારે શું વિતતી હોય છે.. આપણે એક દુર્ઘટનાના દુ:ખમાંથી બહાર નથી આવી શક્તા ત્યાં તો બીજી દુર્ઘટના આવી સર્જાઈ જતી હોય છે લાપરવાહીને કારણે... કોઈ વખત સેફ્ટીના સાધનો ના હોવાને કારણે તો કોઈ વખત તંત્રની લાપરવાહીને કારણે.. એ પછી સુરત તક્ષશિલા અગ્નિકાંડ હોય કે પછી મોરબી ઝુલતા પુલની દુર્ઘટના હોય..



હરણી બોટ કાંડ હોય કે પછી તક્ષશિલા અગ્નિકાંડ... 

સુરત તક્ષશિલા અગ્નિકાંડને સર્જાયે ભલે પાંચ વર્ષ થઈ ગયા હોય પરંતુ તે બાદ પણ પરિસ્થિતિમાં કોઈ બદલાવ નથી આવ્યો.. દુર્ઘટના સર્જાઈ તે બાદ એક્શન લેવાયા માત્ર, પરંતુ થોડા દિવસ બાદ આ ઘટના ભૂલાઈ ગઈ આપણને.. ફાયર સેફ્ટીની વાતો ભૂલાઈ ગઈ, તપાસની વાતો ભૂલાઈ ગઈ.. અનેક બાળકોના જીવ તેમાં ગયા હતા... અગ્નિ કાંડને કારણે તો અનેક બાળકોના જીવ ગયા છે પરંતુ પાણીને કારણે પણ બાળકો મોતને ભેટ્યા છે. હરણી બોટ કાંડ આજે પણ યાદ આવે છે.. ક્ષમતા કરતા વધારે અને સેફ્ટી વગર બાળકોને બેસાડી દેવાયા હતા.. બોટ ઉંઘી થઈ ગઈ અને નાના બાળકોના મોત થઈ ગયા..


તહેવાર ફેરવાઈ ગયો હતો માતમમાં 

તે સિવાય મોરબીમાં બનેલી મોટી હોનારત કોણ ભૂલી શકે? તહેવારની મજા માતમમાં ફેરવાઈ ગઈ હતી.. ખુશી માટે નિકળેલા લોકો લાશ બનીને ઘરે આવ્યા. બ્રિજ તૂટી પડ્યો અને લોકો મોતને ભેટ્યા.. તે સિવાય કાંકરિયામાં બનેલી રાઈડ દુર્ઘટના હોય.. બાળકોના જીવની માણસોના જીવની જાણે  કદર જ નથી તેવું લાગે છે.. તે સિવાય પણ અનેક દુર્ઘટનાઓ એવી છે જેમાં માસુમ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે બીજાના પાપને કારણે...



ના અપેક્ષા છે ના આશા છે...     

બાળકને જ્યારે નાનું કંઈક વાગી જાય છે ત્યારે બાળક કરતા વધારે દુ:ખ તેના માતાને સૌથી વધારે થાય છે. રાજકોટમાં બાળક જ્યારે આગમાં બળતા હશે ત્યારે સૌથી વધારે તેણે પોતાની માતાને યાદ કરી હશે.. જ્યારે ઠેસ વાગે છે ત્યારે મોં માંથી માતાનું નામ ઉચ્ચારાય છે. ત્યારે તે બાળક પર શું વિતી હશે તેની કલ્પના જ્યારે કરીએ ત્યારે કંપારી છૂટી જાય છે. એ માતાની પીડા આપણને ક્યારે નહીં સમજાય જેણે આવી દુર્ઘટનામાં પોતાના સંતાનને ગુમાવ્યા છે. આજે પણ માતા પોતાના બાળકની રાહ જોશે કે તેનું બાળક આવશે અને તેને ભેટી પડશે.. પરંતુ અફસોસ મૃત્યુ પામેલા લોકો પાછા નથી આવતા.. 5 વર્ષથી આપણાં બાળકોનો ભોગ લેવાઈ રહ્યો છે.. હવે ના ગુસ્સો છે ના અપેક્ષા છે...



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?