એક જમાનો હતો જ્યારે લોકો ટીવીના શોખીન હતા પરંતુ જેમ જેમ જમાનો બદલાયો છે તેમ તેમ લોકો ઓનલાઈન તરફ વળી રહ્યા છે. ઓટીટી પ્લેટફોર્મ પર આવતી સિરીઝ લોકોની પસંદગી બની છે. પરંતુ ઓટીટી પ્લેટફોર્મ પર એવી વસ્તુ બતાવવામાં આવતી હોય છે જે સમાજ માટે હાનિકારક હોય છે. અનેક વખત સંબંધો શર્મસાર થઈ જાય તેવા દ્રશ્યો સામે બતાવવામાં આવતા હોય છે. અશ્લીલ વસ્તુ દર્શાવવામાં આવતી હોય છે. ત્યારે એકતા કપૂરની સિરીઝ XXX season 2 વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.
ઓટીટી પ્લેટફોર્મ પર લગાવવામાં આવે લગામ!
દેશમાં અનેક ઓટીટી પ્લેટફોર્મ ચાલે છે. જેમ કે નેટફ્લિક્સથી લઈને ડિઝની પ્લસ હોટ સ્ટાર, એમેઝોન પ્રાઈમ, જિયો સિનેમા, ઝી વગેરે વગેરે... અગણિત ઓટીટી પ્લેટફોર્મ છે જેમાં બતાવવામાં આવતું કન્ટેન્ટ બિભત્સ હોય છે. અનેક એવા સીન હોય છે જે કદાચ સામાન્ય રીતે આપણે જોતા નથી હોતા. થોડા સમય પહેલા એવી માગ ઉઠી હતી કે ઓટીટી પર બતાવવામાં આવતા કન્ટેન્ટ પર વોચ રાખવો જોઈએ. સંબંધોને લાંછન લગાડે તેવા અનેક કિસ્સાઓ આપણે સિરીઝમાં જોતા હોઈએ છીએ.
XXX Season -2ને લઈ એકતા કપૂર વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી!
એકતા કપુરની એએલટી બાલાજી વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં રહેતા એક વ્યક્તિએ પોલીસ કમ્પ્લેન કરી છે. એ ફરિયાદમાં એવું જણાવવામાં આવ્યું છે કે ફરિયાદી સોશિયલ મીડિયા પર તેમણે XXX Season -2 Episode 4 - Sampoorn rishtaના અમુક ક્લીપ જોઈ જેમાં મહિલાઓના સન્માન પર ઠેસ પહોંચી છે. એ સિરીઝમાં મહિલાઓ પોતાના પરિવારજનો સાથે સંબંધ બાંધતી હોય તેવુ દર્શાવવામાં આવ્યું છે. તે સિરિઝમાં અનેક એવા દ્રશ્યો જે જેને લઈ આપત્તિ થઈ શકે છે. મહિલાઓના સન્માનને ઠેસ પહોંચે તે રીતે દર્શવવામાં આવ્યું છે.
ઓટીટી પ્લેટફોર્મ પર બતાવવામાં આવે છે બિભત્સ કન્ટેન્ટ
મહત્વનું છે કે ઓટીટી પ્લેટફોર્મ પર બતાવવામાં આવતું સમાજ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. પોર્ન સિન, કિસિંગ સિન જેવા અનેક દ્રશ્યો ઓટીટી પ્લેટફોર્મ પર બતાવવામાં આવે છે.