શું રાજકીય વગ ધરાવતા OREVA ગ્રુપના MD અને બ્રિજનું સમારકામ કરનાર દેવપ્રકાશ સોલ્યુશન દુધે ધોયેલા છે?


  • Published By :
  • Published Date : 2022-11-01 15:00:31


"દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના,

લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે"


મોરબી કરૂણાંતિકા બાદ સરકારની વ્હાલા દવલાની નીતિ જોતા પ્રખ્યાત કવિ કરશનદાસ માણેકની આ કાવ્યપંક્તિઓ યાદ આવે તે સ્વાભાવિક છે.


મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાના કારણે ભોગ બનેલા લોકોને ન્યાય અપાવવાની વાતો થઈ રહી છે. આ દુર્ઘટના માટે  જે દોષિત છે  તેમની ધરપકડ કરવામાં આવી છે પણ તે લોકો તો નાના માણસો છે, મોટા મગરમચ્છોને પોલીસ ક્યારે પકડશે તેને લઈને સવાલો થઈ રહ્યા છે. પોલીસ દ્વારા 2 મેનેજર, 2 કોન્ટ્રાક્ટર પિતા પુત્ર, 3 સિક્યોરિટી ગાર્ડ, 2 ટિકિટ ક્લાર્કની સહિત 9 લોકોની ધરપકડ  કરવામાં આવી છે. પોલીસની FIRમાં ક્યાંય પણ ઝુલતો બ્રિજ ખુલ્લો મૂકનાર OREVAના માલિક જયસુખ પટેલના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી.


OREVA ગ્રુપ અને અધિકારીઓને સજા ક્યારે?


લોકોને આશ્ચર્ય તે બાબતનું છે કે  FIRમાં ઓરેવા ગ્રુપના માલિક, રિનોવેશન કરનાર દેવપ્રકાશ સોલ્યુશનના નામનો કોઈ ઉલ્લેખ કરવામાં જ નથી આવ્યો.  તે ઉપરાંત આ બ્રિજનું મેન્ટેનન્સ તથા ક્વોલિટી ચેક કર્યા વિના બ્રિજનું ઉદઘાટન કરવાની મંજુરી આપનારા અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે થશે?


બ્રિજના ઉદઘાટન વખતે જયસુખ પટેલે મોટી મોટી ડંફાસ મારી હતી


ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલે બેસતા વર્ષના દિવસે મોરબીના ઝુલતા પુલને ખુલ્લો મુક્યો ત્યારે મોટી-મોટી બડાઈઓ હાંકી હતી. તેમણે જણાવ્યું હતું કે, મોરબીનો આ ઝુલતો પુલ એટલો મજબુત છે કે તેને આગામી 8 થી 10 વર્ષ સુધી સમારકામની જરૂર નહીં. જો કે થયું  તેનાથી ઉલટું આ મજબુત બ્રિજ માત્ર 5 દિવસમાં જ તુટી પડ્યો. બ્રિજ ધરાશાઈ થતા અત્યાર સુધીમાં 134 લોકોના મોત થયા છે. આ નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર લોકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેતા લોકોમાં ભારે આક્રોશ છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...