PMને સાંભળવા લોકો તૈયાર નથી! શિક્ષકોને શું કામ ભીડનો હિસ્સો બનાવવા પડે છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 22:42:57

આ દર વખતનું છે, પ્રધાનમંત્રી ગુજરાત આવવાના હોય એટલે સરકારી કર્મચારીઓએ પોતાના દરેક જરૂરી કામ પડતાં મુકીને

રેલીમાં ભીડનો હિસ્સો બનવા માટે તૈયાર થઈ જવાનું, છેલ્લા ત્રણ દિવસમાં આ જ થયું, પીએમ જ્યાં જાય ત્યાં ભીડ ભેગી કરવા

બસમાં કર્મચારીઓને ભરી-ભરીને મોકલી દેવાના, જરૂર પડે તો ભાજપનો ખેસ પહેરાવીને બેસાડી દેવાના હવે વારો જૂનાગઢનો

આવ્યો છે. 


જુનાગઢમાં શિક્ષકો હાજર થઈ જાવ, ફૂડ પેકેટ મળી જશે!

જુનાગઢમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પરીપત્ર કર્યો છે કે માન.વડાપ્રધાનશ્રીનો જુનાગઢ જિલ્લામાં સંભવિત 19તારીખે

પ્રવાસ છે, તો કાર્યક્રમમાં હાજરી આપવા બસો ગોઠવી છે, એક બસમાં નજીકના બે સી.આર.સી અને સી.આર.સી દિઠ 25 શિક્ષકો 

લાવવાના રહેશે. છેલ્લે લખેલી નોંધનો સાર છે કે ચિંતા ના કરતા, ફૂડ પેકેટ આપીશું. સમયે જમી લેજો પણ આવવું તો પડશે.



પ્રધાનમંત્રી આવે એટલે બસમાં મુસાફરી કરતા લોકોનો મરો!

PM આવે એટલે બધી જ સરકારી વ્યવસ્થાઓ ત્યાં લાગી જાય છે, આસપાસના જિલ્લાની સરકારી બસો પણ ત્યાં મોકલાશે

રૂટ બંધ થઈ જશે, અનેક લોકો હેરાન થશે. અને પીએમના કાર્યક્રમમાં ભલે સરકારી ખર્ચ અને વ્યવસ્થાઓ હોય છે પણ

ભાષણો તો ચૂંટણીના જ હોય છે, મંચસ્થ નેતાઓમાં સી.આર.પાટીલ જેવા સંગઠનના નેતાઓ હોય છે તો કોઈ પ્રોટોકોલ 

એમ પણ નથી જળવાતા, તો સામાન્ય લોકોને આટલા હેરાન કરવાનો શું અર્થ!



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...