રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તમામ દોષિતોને છોડી દેવાનો આદેશ કર્યો છે. આરોપી નીલિની, રવિચંદ્રન સહિતના 6 લોકોને જેલ મુક્ત કરવાનો આદેશ કર્યો છે.
ચૂંટણી રેલીમાં રાજીવ ગાંધીની કરાઈ હતી હત્યા
વર્ષ 1991ની 21 મેના દિવસે તમિલનાડુમાં એક ચૂંટણી રેલી દરમિયાન રાજીવ ગાંધીની રેલીમાં આત્મઘાતી હુમલો થયો હતો જેમાં રાજીવ ગાંધીનું નિધન થયું હતું. હુમલાખોર મહિલા આરોપીએ રાજીવ ગાંધીને હાર પહેરાવ્યો અને ધમાકો થયો હતો. આ ધમાકામાં રાજીવ ગાંધી સહિત 6 લોકોના મોત થયા હતા અને 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
હત્યારાને રાહુલ ગાંધીએ કર્યો હતો માફ
તમામ હત્યારાઓને મોતની સજા ફટકારવામાં આવી હતી ત્યાર બાદ 30 વર્ષ તેઓ જેલમાં હતા. જેમાં આજે 6 હત્યારાઓને છોડી દેવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. અગાઉ પણ રાજીવ ગાંધીના હત્યારાઓને બચાવવાના ઘણા પ્રયાસો થયા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ હત્યારાઓએ ચીઠ્ઠી લખીને જેલ મુક્ત થવા માટે આજીજી કરી હતી. પયાસ, જયકુમારન, પી. રવિચંદ્રન, મુરુગન, એસ નલિની, સંથન અને એજી પેરારિવલનને રાજીવ ગાંધીની હત્યાના કેસમાં સજા કરવામાં આવી હતી. રાજીવ ગાંધીના હત્યારાઓને પણ રાહુલ ગાંધીએ પણ માફ કરી દીધો હતો.