સંસદના શિયાળું સત્રના નવમા દિવસે એટલે કે ગુરૂવારે સંસદની સુરક્ષામાં ચૂક મામલે આજે બંને ગૃહમાં જોરદાર હોબાળો થયો હતો. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના સાંસદોએ સુત્રોચ્ચાર કરી હંગામો મચાવતા દિવસ દરમિયાન ઘણી વખત કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. લોકસભા અધ્યક્ષે વારંવાર વોર્નિગ આપ્યા બાદ પણ સાંસદોએ હોબાળો ચાલુ રાખતા સ્પિકરે વિપક્ષના 14 સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે રાજ્ય સભામાંથી ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયનને પણ સંપુર્ણ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને ગૃહના કુલ 15 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
#WATCH दिल्ली: 14 सांसदों को संसद से निलंबित किए जाने पर शिवसेना (UBT) सांसद प्रियंका चतुर्वेदी ने कहा, "...हमारी मांग है कि प्रताप सिंहा(भाजपा सांसद) जिनके MP लेटर हेड पर उनको(हमलावरों) प्रवेश पास दिए गए थे उन पर कार्रवाई हो। इसी मांग को लेकर 14 सांसदों को निलंबित किया गया है। 7… pic.twitter.com/FQss0t4Jkd
— ANI_HindiNews (@AHindinews) December 14, 2023
કઈ પાર્ટીના કેટલા સાંસદ સસ્પેન્ડ?
#WATCH दिल्ली: 14 सांसदों को संसद से निलंबित किए जाने पर शिवसेना (UBT) सांसद प्रियंका चतुर्वेदी ने कहा, "...हमारी मांग है कि प्रताप सिंहा(भाजपा सांसद) जिनके MP लेटर हेड पर उनको(हमलावरों) प्रवेश पास दिए गए थे उन पर कार्रवाई हो। इसी मांग को लेकर 14 सांसदों को निलंबित किया गया है। 7… pic.twitter.com/FQss0t4Jkd
— ANI_HindiNews (@AHindinews) December 14, 2023સંસદના બંને ગૃહોમાંથી જે 15 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં 9 કોંગ્રેસ, 2 સીપીએમ, અને એક સીપીઆઈના સાંસદ છે. કોંગ્રેસના જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં મણિકમ ટાગોર, ટીએન પ્રતાપન, હિબી ઈડન, જોથિમણી, રામ્યા હરિદાસ, ડીન કુરિયાકોઝ, એમડી જાવેદ, વીકે શ્રીકંદન, બેની બેહનનનો સમાવેશ થાય છે. જ્યારે ડીએમકેના સાંસદો કે કનિમોઝી અને એસઆર પાર્થિબન, સીપીએમના સાંસદો પીઆર નટરાજન અને એસ વેંકટેશન અને સીપીઆઈના સાંસદ કે સુબારાયણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાંસદોના સસ્પેન્સનનો પ્રસ્તાવ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ મુક્યો હતો, જેને સ્પિકરની ખુરશી પર બિરાજમાન ભર્તૃહરિ મહતાબે સ્વિકારી લીધો હતો. આ સાંસદોને શિયાળુ સત્રના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ દરમિયાન વિપક્ષના સાંસદ સતત સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા.