વિપક્ષની એકતા બેઠક! આ રાજકીય પાર્ટીના નેતાઓ બેઠકમાં થશે સામેલ, પટના પહોંચ્યા અનેક દિગ્ગજ નેતાઓ,જાણો વિગતો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-23 09:05:17

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપ પર અનેક વખત અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે. ત્યારે આવનારી લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષ એક થાય તે માટે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક બિહારની રાજધાની પટનામાં આયોજીત કરવામાં આવી છે અને આ બેઠકમાં સામેલ થવા અનેક રાજકીય પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં અંદાજીત 17 રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓ હાજર રહી શકે છે.  મહત્વનું છે આ બેઠક પહેલા અરવિંદ કેજરીવાલે શરત મૂકી છે. બેઠકને લઈ અનેક નેતાઓ પટના પહોંચી ગયા છે. 


અનેક રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ થશે બેઠકમાં સામેલ 

2024માં લોકસભાની ચૂંટણી થવાની છે. ભાજપ દ્વારા ચૂંટણી લક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વિપક્ષ એક થઈ ચૂંટણી લડે તે માટે અનેક રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે. બિહારના પટનામાં આજે વિપક્ષી દળોની બેઠક થવાની છે જેમાં 17 જેટલી પાર્ટીના નેતાઓ હાજર રહેશે અને આગામી લોકસભાની ચૂંટણી કેવી રીતે જીતવી તે અંગે રણનીતિ ઘડી તેમજ ચર્ચામાં કરવામાં આવી શકે છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને થવા વાળીઆ બેઠકમાં જનતા દળ યુનાઈટેડના નિતીશ કુમાર, રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ, કોંગ્રેસ તરફથી આ બેઠકમાં સામેલ થવા રાહુલ ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે આવશે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, તે સિવાય શિવસેના તરફથી ઉદ્ધવ ઠાકરે, પીડીપીના મહબૂબા મૂફ્તી તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જી આ બેઠકમાં હાજર રહેશે તેવી માહિતી સામે આવી છે. મમતા બેનર્જીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેઓ લાલુ પ્રસાદને પગે લાગી રહ્યા છે.  

અરવિંદ કેજરીવાલે બેઠક પહેલા મૂકી શરત!

વિપક્ષી એકતાની બેઠક પહેલા વિરોધના સૂર પણ ઉઠ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બેઠક પહેલા શરત મૂકી છે કે આ બેઠકમાં કેન્દ્રના વટહુકમ અંગે પણ ચર્ચામાં કરવામાં આવે. મુખ્યમંત્રીએ તમામ પક્ષોને આ અંગે પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે લખ્યું કે દિલ્હીનો વટહુકમ એક પ્રયોગ છે, જો તે સફળ થશે તો કેન્દ્ર સરકાર બિન ભાજપ રાજ્યો માટે સમાન વટહુકમ લાવીને રાજ્ય સરકારોની સત્તા છીનવી લેશે. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલે આ મુદ્દે અનેક રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરી તેમનું સમર્થન મેળવવાની કોશિશ કરી છે. ત્યારે જોવું રહ્યું કે ભાજપ સામે લડવા માટે વિપક્ષો શું રણનીતિ બનાવે છે.   



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..