શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક લોકોએ આ ફિલ્મને લઈ પોતાની પ્રતિક્રિયા આપી છે. ત્યારે મહાત્મા ગાંધી પર વિવાદીત નિવેદન આપનાર કાલીચરણ મહારાજે પઠાણ ફિલ્મ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. નિવેદન આપતા કાલીચરણે કહ્યું કે જે ફિલ્મ ધર્મ વિરોધી હોય તેવી ફિલ્મોનો વિરોધ થવો જોઈએ. આવી ફિલ્મોનો બહિષ્કાર કરવો જોઈએ, જે ધર્મ વિરૂદ્ધ છે અને આવી ફિલ્મોના ડાયરેક્ટર્સને ભિખારી બનાવી દેવા જોઈએ.
કાલીચરણ મહારાજે આપી પ્રતિક્રિયા
આવનાર વર્ષમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું એક ગીત પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ ગીતમાં દિપીકા પાદુકોણના કપડાના કલરને લઈ વિવાદ છેડાઈ ગયો છે. અને દર્શકે આ ફિલ્મને બોયકોટ કરવાની માગ કરી રહ્યા છે. આ ફિલ્મને લઈ અનેક નિવેદનો પણ સામે આવ્યા છે. આ ફિલ્મનો વિરોધ અનેક સંતો, મહંતો પણ કરી રહ્યા છે. ત્યારે કાલીચરણ મહારાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. અને આ વિવાદીત ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે.
હિંદુ વિરોધી ફિલ્મ બનાવતા ડાયરેક્ટરને ભિખારી બનાવી દો - કાલીચરણ
પોતાના નિવેદનમાં કાલીચરણ મહારાજે કહ્યું કે આવી ફિલ્મોનો બહિષ્કાર થવો જોઈએ, જે ધર્મ વિરૂદ્ધ છે. અને આવી ફિલ્મ બનાવનાર ડાયરેક્ટર્સને ભિખારી બનાવી દેવા જોઈએ, ઉપરાંત તેમણે કહ્યું કે હું તમામ હિન્દુઓને અપીલ કરૂ છું કે હિન્દુ ધર્મનું અપમાન કરનાર જેટલા પણ ધર્મ દ્રોહી ફિલ્મ બનાવી રહ્યા છે, તેમનો બહિષ્કાર કરવો જોઈએ. અને તમામને સબર શિખવાડવો જોઈએ કે ધર્મનું અપમાન કરનારને કેવી સજા મળે છે.