Parshottam Rupalaનું સમર્થન કરવામાં Jayrajsinh Jadejaનો વિરોધ! સૌરાષ્ટ્રમાં લાગ્યા પોસ્ટર!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-02 17:23:46

રાજનેતાઓ અનેક વખત એવા નિવેદનો આપી દેતા હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે ક્ષત્રિય સમાજ માટે પરષોત્તમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું જે બાદ તેમનો વિરોધ થઈ રહ્યો છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કહેવામાં આવી રહી છે. ક્ષત્રિય સમાજનો ગુસ્સો શાંત પાડવા માટે રાજકોટ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં જયરાજસિંહ જાડેજા પણ હાજર હતા. આ બેઠક બાદ જયરાજસિંહનો પણ વિરોધ થઈ રહ્યો છે, અનેક જગ્યાઓ પર પરષોત્તમ રૂપાલાની સાથે સાથે જયરાજસિંહ જાડેજાનો પણ વિરોધ થઈ રહ્યો છે. 

જયરાજસિંહ જાડેજાનો પણ થઈ રહ્યો છે વિરોધ!

કહેવાય છે કે જીભને હાડકું નથી હોતું. કઇ પણ બોલાઈ જાય અને પછી પસ્તાવો થાય. આવું જ કઇંક લોકસભાની ચૂંટણી માટે ભાજપના રાજકોટથી ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને લઇને જોવા મળી રહ્યું છે. તેમનું એક નિવેદન આજે તેમના માટે માથાનો દુખાવો બની ગયું છે. રૂપાલાથી થયેલી શાબ્દિક ભૂલ પર ભાજપ દ્વારા ઘણો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પણ પરિણામ શૂન્ય  મળી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. હવે સમાચાર મળી રહ્યા છે કે પરષોત્તમ રૂપાલા બાદ જયરાજસિંહ જાડેજાનો પણ ખૂબ જ વિરોધ શરૂ થઇ ગયો છે.



ક્ષત્રિય સમાજને મનાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ... 

રાજકોટથી લોકસભાની ચૂંટણી માટે ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે. થોડા દિવસો પહેલા એવી ચર્ચાઓ હતી કે આ બેઠક પરથી રૂપાલા આસાનીથી જીતી શકે છે પણ કહેવાય છે કે, તમારી એક ભૂલ તમને મોટું નુકસાન કરાવી શકે છે. આવું જ કઇંક પરષોત્તમ રૂપાલા સાથે થયું છે. તે જે બોલી ચુક્યા છે તેને તે બદલી શકતા નથી પણ તેઓ તેમના દ્વારા કરવામાં આવેલી ભૂલને સ્વીકારી માફી માંગી હતી. તેમના સમર્થનમાં જયરાજસિંહે પણ ક્ષત્રિય સમાજને મનાવવાનો પ્રયત્ન કર્યો હતો. હવે સ્થિતિ એવી છે કે, સૌરાષ્ટ્રમાં જયરાજસિંહનો પણ વિરોધ શરૂ થઇ ગયો છે. જે હવે ભાજપ માટે વધુ એક મુસીબત બની છે.



સંમેલન બાદ જયરાજસિંહે વિવાદ પૂર્ણ થયા હોવાની કરી હતી વાત!

પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલમાં સંમેલન મળ્યું હતું. જે સંમેલનમાં રૂપાલાએ જાહેરમાં ક્ષત્રિયો સામેના નિવેદન બદલ માફી માગી હતી. પરંતુ કરણી સેના સહિત સમાજના સંગઠનોએ રૂપાલાની માફીને સ્વીકારી ન હતી. ક્ષત્રિય સંગઠનોનું કહેવું છે કે જયરાજસિંહ એકલા સમાજ તરફથી નિર્ણય ન લઈ શકે તેમજ જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે આ વિવાદ હવે પૂર્ણ થયો છે.


આજે સી.આર.પાટીલના નિવાસસ્થાને મળી હતી બેઠક 

રાજકોટમાં આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં સૌરષ્ટ્ર કચ્છના ભાજપના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું કે ઉમેદવાર બદલવાની વાત માત્ર અફવા છે. રુપાલાના પ્રચાર પ્રસારના તમામ કામો ચાલું જ છે. તેમણે કહ્યું કે રુપાલાને બદલવાની વાતમાં કોઇ તથ્ય નથી અને પક્ષ આ બધી વાતોને બદલવાની વાતોનું ખંડન કરે છે. મહત્વનું છે કે આજે સી.આર.પાટીલના ઘરે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ભાજપના અનેક નેતાઓ હાજર રહ્યા હતા. સી.આર.પાટીલે બેઠક બાદ માફી માગી હતી. આવતી કાલે ભાજપના નેતાઓ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થવાની છે. આ બેઠક પર સૌ કોઈની નજર રહેશે..    




ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...