મણિપુરનો મુદ્દો ઉઠતા વિપક્ષી સાંસદોનો હોબાળો, કાર્યવાહી સ્થગિત! કાળા કપડા પહેરીને આવેલા સાંસદોએ કરી આ માગ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-27 13:58:47

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. NDA અને INDIA વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે. પાર્ટીના તેમજ નેતાઓના નામના નારા ચૂંટણી સમયે સંભળાય તે સ્વભાવિક છે પરંતુ દેશની સંસદમાં આવા નારા સંભળાવવા લાગ્યા છે. સંસદમાં જ્યારે મણિપુરમાં થતી હિંસાની ચર્ચા જ્યારે થાય છે ત્યારે સંસદમાં હોબાળો થાય છે અને કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હોય છે. લોકસભા સત્રની શરૂઆત થતાં જ વિપક્ષો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને માત્ર અમુક મિનીટોની અંદર કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. 2 વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.

સંસદમાં લાગ્યા મોદી-મોદી તેમજ INDIA-INDIAના નારા

મણિપુર છેલ્લા ઘણા મહિનાઓથી ભડકે બળી રહ્યું છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ મામલે વિપક્ષ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કે કડક કાર્યવાહી થાય. પીએમ મોદી મૌન તોડે. મણિપુરનો મુદ્દે અનેક વખત વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. ત્યારે આજે સંસદમાં ફરી એક વખત આ મુદ્દાને લઈ ભારે હોબાળો થયો અને કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. વિપક્ષી સાંસદો આજે કાળા કપડા પહેરી તેમજ પ્લેકાર્ડ લઈ તેઓ સંસદ પહોંચ્યા હતા. વિપક્ષી સાંસદો માગ કરતા હતા કે વડાપ્રધાન ગૃહમાં આવો, ગૃહમાં આવીને કંઈક તો બોલો, વડાપ્રધાન મૌન તોડો... જેવા નારા લગાવ્યા હતા. તો બીજી તરફ એનડીએના સાંસદોએ પણ મોદી...મોદી...ના નારા લગાવવાનું શરૂ કરી દીધું. મોદી મોદીના નારા સાંભળી તો વિપક્ષે INDIA... INDIAના નારા લગાવ્યા હતા.

સંસદમાં મણિપુર વિશે પીએમ મોદી બોલે તેવી માગ

મહત્વનું છે કે સંસદનો આજે છઠ્ઠો દિવસ છે. સંસદની કાર્યવાહી શરૂ થતાં જ મણિપુરનો મુદ્દો ઉઠતાની સાથે જ વિવાદ છેડાઈ જાય છે અને ભારે હોબાળો થાય છે. હોબાળો થવાને કારણે દેશને લગતા અનેક મહત્વના મુદ્દાઓની ચર્ચા અટવાઈ જતી હોય છે. આજે કાળા કપડા પહેરી વિપક્ષી સાંસદો સંસદ ભવન પહોંચ્યા હતા. વિપક્ષની માગ છે કે સંસદમાં અમિત શાહ નહીં પરંતુ વડાપ્રધાન મોદી મણિપુર વિશે બોલે. મહત્વનું છે કે પીએમ મોદીએ જ્યારે મહિલાઓનો વીડિયો સામે આવ્યો હતો ત્યારે પ્રતિક્રિયા આપી હતી. પરંતુ તે સમયે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ અનેક રાજ્યોના નામોનો ઉલ્લેખ કર્યો હતો. સ્મૃતિ ઈરાનીએ પણ જ્યારે મણિપુર અંગે પ્રતિક્રિયા આપી ત્યારે રાજસ્થાન, છત્તીસગઢ જેવા રાજ્યોનો ઉલ્લેખ કર્યો હતો. ક્યાં સુધી મણિપુર પર કેન્દ્ર સરકાર મૌન રહેશે? 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?