સંસદમાં બજેટ સત્રનો આજે અંતિમ દિવસ હતો.અનેક વખત હોબાળાને કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સંસદની કાર્યવાહી દરમિયાન વિપક્ષ દ્વારા અદાણી મુદ્દે જેપીસીની માગ કરાઈ હતી તો ભાજપે લંડનમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ માફી માગે તેની માગ કરી હતી. જેને કારણે અનેક વખત લોકસભા તેમજ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે સત્રના અંતિમ દિવસે વિપક્ષી પાર્ટી દ્વારા તિરંગા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિપક્ષનુું તિરંગા માર્ચ
અદાણી મુદ્દે વિપક્ષનું આક્રામક રૂપ જોવા મળ્યું હતું. વિપક્ષ દ્વારા અદાણી મુદ્દે જેપીસી તપાસ કરવામાં આવે તેવી માગ સંસદમાં કરાઈ હતી. અનેક વખત ભારે હોબાળો થતાં સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી હતી. તો બીજી તરફ ભાજપ દ્વારા રાહુલ ગાંધી માફી માગે તેવી માગ કરવામાં આવી હતી. બંને સદનોમાં અનેક વખત ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. ત્યારે સત્રનો આજે અંતિમ દિવસ હતો. અંતિમ દિવસે વિપક્ષી પાર્ટીઓ દ્વારા તિરંગા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજય ચોક સુધી આ માર્ચ નિકાળવામાં આવી હતી.
#WATCH | Delhi: The Modi govt speaks a lot about democracy but what they say they don’t reflect that in their actions: Mallikarjun Kharge, Congress National President pic.twitter.com/E5R0gh55Wf
— ANI (@ANI) April 6, 2023
મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર પ્રહાર કર્યા
#WATCH | Delhi: The Modi govt speaks a lot about democracy but what they say they don’t reflect that in their actions: Mallikarjun Kharge, Congress National President pic.twitter.com/E5R0gh55Wf
— ANI (@ANI) April 6, 2023કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમે જાણીએ છે કે કેવી રીતે માત્ર 2.5 વર્ષમાં અદાણીની સંપત્તિ 12 લાખ કરોડ થઈ ગઈ. 50 લાખ કરોડનું બજેટ કેવી રીતે માત્ર 12 મિનિટની અંદર પાસ કરવામાં આવ્યું. આ સવાલ તેમને હંમેશા પૂછ્યો પરંતુ જ્યારે અમે બોલવા ઉઠતા હતા, નોટિસ આપતા હતા તો તેની પરવાનગી આપવામાં આવી ન હતી. મને રાજનીતિમાં કામ કરતા 50-52 વર્ષ થઈ ગયા પરંતુ આવો સમય ક્યારે પણ નથી જોયો.