મોદી સરકાર સામે 'INDIA'એ રજૂ કરી અવિશ્વાસની દરખાસ્ત, સંસદમાં કોનું પલડું ભારે છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-07-26 20:03:32

મણિપુર એક એવો વિષય જેના પર અત્યારે વાત કરવી બહુ જરૂરી છે પણ વાત કરવામાં નથી આવતી, મણિપુરની જે પરિસ્થિતિ થઈ છે, એ મુદ્દો ખબર નહીં કોઈ ઉઠાવી કેમ નથી રહ્યું, તેને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે કેમ એના પર પણ સવાલ છે. સમાચારોમાં મણિપુર પર વાત થાય કે ન થાય દેશની સંસદમાં તો તેના પર થવી જ જોઈએ કારણ કે આ દેશના એક રાજ્યના સંઘર્ષનો સવાલ છે. હાલ સંસદનું સત્ર ચાલુ છે જેમાં કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ બુધવારે કેન્દ્ર સરકાર સામે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા મારફતે અવિશ્વાસ પ્રસ્તાવ જાહેર કર્યો છે. આ  અવિશ્વાસ પ્રસ્તાવને સ્પીકર ઓમ બિડલાએ સ્વીકાર કરી લીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે મણિપુરમાં 3 મેથી સતત હિંસા ચાલું છે આ હિંસાના મુદ્દે દેશની સંસદમાં હોબાળો યથાવત છે. વિપક્ષી પાર્ટીઓ માગ કરી રહી છે કે પ્રધાનમંત્રી મોદી ખુદ મણિનગર પર વિસ્તૃત એહેવાલ આપે કે ત્યાં ચાલી શું રહ્યું છે. માગ પણ બરાબર  છે  કારણ કે સરકાર દેશની જનતાને જવાબ આપવા સરકાર બંધાયેલી છે. 


સંસદમાં કોનું પલડું ભારે છે?


આંકડાકીય ગણિત સમજીએ કે અવિશ્વાસ પ્રસ્તાવને જીતવા માટે સરકારને 126 સાંસદોની જરૂર હોય છે જ્યારે એનડીએ સરકાર પાસે તો 325 સાંસદ છે. આ અવિશ્વાસ પ્રસ્તાવ એટલા માટે ચર્ચામાં છે કારણ કે આ એનડીએ વિરુદ્ધ ઈન્ડિયાનો પહેલો બનાવ છે. એનડીએ સરકારના આંકડાની માહિતી મેળવી તો મજબુતી તેમની જ પાસે છે. તેમની પાસે ભાજપના જ 300થી વધુ સાંસદ છે. શિવસેનાના 13 સાંસદ છે. એઆઈડીએમકેના 1, આરએલજેપી પારસના પાંચ, અપનાદલ એસના 2 એલજેપી આર, એનપીપી, એનડીપીપી, એસકેએમ, એજેએસયુ અને એમએનએફના 1-1 સાંસદ છે. ટૂંકમાં એનડીએ સરકાર પાસે 329 સાંસદ છે. તેની સામે વિપક્ષ પાસે 142 સાંસદ છે. જેમાં કોંગ્રેસના 49, ડીએમકેના 24, ટીએમસીના 24, જેડીયુના 16, એનસીપીના પાંચ, શિવસેનાના ઉદ્ધવ ગ્રુપના છ સાંસદ ઈન્ડિયા પક્ષમાં છે. અમુક રાષ્ટ્રીય વિશ્લેશકો માની રહ્યા છે કે આ ઈન્ડિયા નામની વિપક્ષનો ટેસ્ટ છે કે તેમના સમર્થનમાં કેટલા સાંસદો છે. કારણ કે હાલમાં જ વિપક્ષનું ઈન્ડિયા બન્યું છે.


અવિશ્વાસ પ્રસ્તાવ શું છે?


આ અવિશ્વાસ પ્રસ્તાવ શું છે અને કેવી રીતે લઈ આવવામાં આવે છે. અવિસ્તાવ પ્રસ્તાવ સંસદમાં લઈ આવી શકાય છે જેના કંઈક નીતિ નિયમો છે. જો અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં 50થી વધારે સાંસદોનું સમર્થન છે તો તે સ્પીકર પાસે જઈ શકે છે અને સ્પીકરે તેમને સમય અને તારીખ આપવાની હોય છે. લોકસભાનો કોઈ પણ સાંસદ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે બસ તેમને 50 સાંસદની સહીની જરૂર હોય છે. લોકસભાની નિયમોની સૂચિ નંબર 198 મુજબ સાંસદોએ લેખિત નોટિસ દિવસમાં દસ વાગ્યા પહેલા સ્પીકરને આપવાની રહે છે અને સ્પીકર આ નોટિસને હાઉસમાં વાંચે છે. હાલ મણિપુર મામલેની નોટિસ સ્પીકર ઓમ બીડલાએ સ્વીકારી લીધી છે એનો સીધો મતલબ એ થાય છે કે દસ દિવસમાં તેમને તારીખ આપવાની રહેશે. જો સરકાર સંસદ ગૃહમાં સંખ્યા દર્શાવી શકે તો ઠીક છે પણ જો તેવું નથી કરી શકતી તો સરકારે રાજીનામું આપવું પડે છે. જોકે આ પહેલીવાર નથી કે વિપક્ષે મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો હોય. આ પહેલા વિપક્ષે કેન્દ્રની મોદી સરકાર સામે અનેક વાર પ્રસ્તાવ જાહેર કરી દીધેલો છે. ફરક એટલો છે કે પ્રધાનમંત્રી મોદીની બીજી કેન્દ્ર સરકારમાં આ પહેલીવાર થવા જઈ રહ્યું છે. તમને યાદ હોય તો 2018માં 20 જુલાઈએ મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો ત્યારે 11 કલાકની લાંબી ચર્ચા બાદ મોદી સરકારે ગૃહમાં પોતાની બહુમતિ સાબીત કરી દીધી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?