અદાણી મામલે સંસદમાં વિપક્ષોનો હોબાળો, વિરોધ પક્ષોએ JPCની માગ કરી, કાર્યવાહી ઠપ


  • Published By :
  • Published Date : 2023-02-02 19:14:27

ગૌતમ અદાણીની કંપનીઓને લઈ હિંડેનબર્ગની રિપોર્ટ જાહેર થયા બાદ હડકંપ મચી ગયો છે. આજે વિરોધ પક્ષોએ અદાણી મુદ્દે કેન્દ્રની મોદી સરકારને સંસદમાં ઘેરી હતી, વિરોધ પક્ષોએ એકજુથ થઈ આ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિ રચવાની કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસની દેખરેખમાં તપાસ કરવાની માગ કરી હતી. 


વિપક્ષોનો સંસદમાં હોબાળો 


આજે સંસદની કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું આ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે આ માત્ર એક પ્રમોટર અંગે નહીં, પરંતું સમગ્ર રેગ્યુલેટરી સિસ્ટમ પર સવાલ ઉભા કર્યા હતા. કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું LIC અને SBIમાં રહેલી મોટી રકમને પ્રધાનમંત્રીએ એવા ગ્રુપના હવાલે કરી દીધી જેના પર કોર્પોરેટ ફ્રોડનો આરોપ છે. દેશના લોકોની ડિપોઝીટની રકમને ડુબાડવામાં કોઈ કસર છોડી નથી. પીએમ મોદીએ એલઆઈસીના 29 કરોડ અને એલઆઈસીના 45 કરોડ ખાતાધારકોની સાથે દગો કર્યો છે. પવન ખેડાએ કહ્યું અમારી પાર્ટી ક્રોની કેપિટાલિઝ્મ વિરૂધ્ધ છે, દેશના કેટલાક પસંદગીના અબજોપતિઓ માટે નિયમ બદલીને ફાયદો પહોંચાડવામાં આવે છે, અને અમે તેનો વિરોધ કરીએ છીએ. 


સંસદની કાર્યવાદી ઠપ


સંસદના બજેટ સત્રના ત્રીજા દિવસે કાર્યવાહી શરૂ થઈ ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જેવો પ્રશ્ન કાળ શરૂ કર્યો કે તરત જ વિપક્ષે સંયુક્ત રીતે સુત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો. વિપક્ષના સાંસદોએ હિડનબર્ગ રિપોર્ટ પર ચર્ચા કરવા અને સંયુક્ત સંસદીય સમિતી દ્વારા તપાસ કરાવવાની માગ કરી હતી. જો કે હોબાળો વધી જતા લોકસભા અધ્યક્ષે કાર્યવાહી શુક્રવાર સુધી મુલત્વી જાહેર કરી હતી. આ જ પ્રકારે રાજ્ય સભામાં પણ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષે કાર્ય સ્થગનની જોગવાઈનવાળા નિયમ 267 હેઠળ અદાણી મુદ્દે ચર્ચા કરાવવાની માગ કરી હતી, જો કે પ્રસ્તાન નામંજુર થતાં અંતે રાજ્યસભાની કાર્યવાહી મોકુફ જાહેર કરી હતી.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?