યુધ્ધગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા શરૂ કરાયું ઓપરેશન કાવેરી, 3 હજાર લોકોને પરત લવાશે


  • Published By :
  • Published Date : 2023-04-24 18:29:38

ભારત સરકારે મહત્વનો નિર્ણય લેતા સુદાનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે ઓપરેશન કાવેરી શરૂ કર્યું છે. ગૃહ યુધ્ધમાં સપડાયેલા સુદાનમાં કામ કરતા 500 જેટલા ભારતીયો હાલ પોર્ટ સુદાન પહોંચ્યા છે. આ તમામ લોકોને આઈએનએસ સુમેધા દ્વારા ભારત પરત લાવવામાં આવશે.   


વિદેશમંત્રીએ કર્યું  ટ્વીટ


વિદેશ મંત્રી એસ જયશંકરે આ મામલે ટ્વીટરના માધ્યમથી વધુ જાણકારી આપતા કહ્યું કે અમે સુદાનમાં ફસાયેલા આપણા ભાઈઓની મદદ માટે પ્રતિબધ્ધ છીએ. સુદાનમાં હાલ સુરક્ષાની પરીસ્થિતી જટીલ છે. સુદાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વિવિધ વિકલ્પો અપનાવવામાં આવી રહ્યા છે. એક સામાન્ય અનુમાન મુજબ સુદાનમાં હાલ 3 હજાર જેટલા ભારતીયો ફસાયેલા છે. આઈએનએસ સુમેધા સુદાન પહોંચી ગયું છે.


C-130J ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સ્ટેન્ડ બાય


વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ઈન્ડિયન એરફોર્સના  C-130J ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને જેદ્દાહમાં તૈનાત કર્યું છે. તે ઉપરાંત આઈએનએસ સુમેધા પણ પોર્ટ સુદાન પહોંચી રહ્યું છે. સરકારે સુપર હર્ક્યુંલસ મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને પણ સ્ટેન્ડ બાય રાખ્યું છે


સુદાનમાં ગૃહયુધ્ધના કારણે હિંસા


આફ્રિકાના દેશ સુદાનમાં સેના અને અર્ધ લશ્કરી દળો વચ્ચ લોહિયાળ સંઘર્ષ શરૂ થઈ ગયો છે. સેના અને પેરા મિલિટરી  રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) વચ્ચે દેશભરમાં ગૃહયુધ્ધ શરૂ થતા ભારતીયોની હાલત કફોડી થઈ છે. દેશની સત્તા કબજે કરવા માટે બંને સેના લડી રહી છે. ગૃહ યુધ્ધના કારણે દેશમાં અત્યાર સુધીમાં સેંકડો લોકોના મોત થયા છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..