રાજ્યમાં રખડતા પશુઓને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. અનેક વખત લોકો રખડતા પશુઓનો ભોગ પણ બનતા હોય છે. રખડતા પશુઓ ઉપરાંત રખડતા શ્વાનનો આતંક પણ વધી ગયો છે. થોડા દિવસ પહેલા રખડતા પશુને કારણે જીવ ગયો હતો. ત્યારે વડોદરામાં રખડતા પશુને પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તંત્ર દ્વારા રખડતા પશુને પકડવાની ચાલતી કામગીરી
રખડતા પશુઓને કારણે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અનેક લોકોના મોત થયા છે ત્યારે વડોદરામાં રખડતા પશુનો પ્રશ્ન ઉકેલવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવનાર સમયમાં રખડતા પશુને કારણે કોઈનું પણ મોત ન થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓને કડક આદેશ આપ્યા છે. જેને લઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ચારેય ઝોનમાં થઈ રહી છે કામગીરી
વહેલી સવારથી વડોદરા ખાતે તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અલગ અલગ ટીમો બનાવી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના ચારેય ઝોનમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઢોરોને ઢોર ડબ્બામાં પૂરવામાં આવી રહ્યા છે. રખડતા ઢોરની સાથે રખડતા શ્વાનનો પણ પ્રશ્ન હલ થવો જોઈએ.