Operation Ajay : Israel-Hamas war વચ્ચે Israelમાં ફસાયેલા ભારતીયોની પહેલી ફ્લાઈટ દિલ્હી પહોંચી, સાંભળો લોકોએ શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-13 09:43:21

ઈઝરાયેલમાં જે પરિસ્થિતિ છે તેની જાણ તો બધાને છે. ઈઝરાયેલ તેમજ હમાસ વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું છે. હમાસે ઈઝરાયેલ પર મિસાઈલ છોડી તે બાદ પરિસ્થિતિ વણસી. યુદ્ધની ઘોષણા કરી, હિંસા તેમજ હુમલા પ્રતિદિન વધી રહ્યા છે. આ બધા વચ્ચે ઈઝરાયેલમાં રહેતા ભારતીયોને પરત લાવવા ભારત સરકારે 'ઓપરેશન અજય' શરૂ કર્યું છે. આ ઓપરેશન અંતર્ગત ઈઝરાયેલમાં વસતા ભારતીયોને પોતાના દેશ પરત લવાઈ રહ્યા છે. ભારતીયોને પરત લાવવા ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના 6 દિવસે ભારત સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું. ગુરૂવારથી સરકાર સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઈટમાં ભારતીયોને પરત લાવાનો પ્રારંભ થઈ ગયો હતો અને પહેલી ફ્લાઈટ દિલ્હી પહોંચી પણ ગઈ છે. 

212 ભારતીયો ઓપરેશન અજય અંતર્ગત ભારત પરત ફર્યા

'ઓપરેશન અજય' હેઠળ ભારતીય નાગરિકોની પ્રથમ ફ્લાઈટ શુક્રવાર સવારે દિલ્હી એરર્પોર્ટ પર ઉતરી હતી. પ્રથમ ફ્લાઈટમાં 212 ભારતીયોને ઈઝરાયેલથી ભારત સુરક્ષિત લાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ઈઝરાયેલથી ભારત આવેલા લોકોનું સ્વાગત કર્યું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 'અમારી સરકાર કોઈપણ ભારતીયને ક્યારેય છોડશે નહીં, અમારી સરકાર. અમારા વડાપ્રધાન તેમની સુરક્ષા કરવા, તેમને સુરક્ષિત ઘરે લાવવા માટે કટિબદ્ધ છે. તેમણે વિદેશ મંત્રાયલનો તેમજ એસ.જયશંકરનો આભાર માન્યો હતો.' ઈઝરાયેલથી પરત ફરેલા ભારતીયોએ પોતાની વેદના જણાવી છે. કેવી પરિસ્થિતિની વચ્ચે તેઓ રહેતા હતા તે જણાવ્યું હતું. આપવીતિ પણ અનેકે જણાવી. ઈઝરાયેલથી આવેલા ભારતીયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેમજ સરકારનો આભાર માન્યો હતો. 

શું છે ઓપરેશન અજય?

ભારત સરકાર ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના નાગરિકોને પરત લાવવા માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ્સ મોકલશે. સરકારે કહ્યું છે કે જરૂર પડ્યે ભારતીય નૌકાદળના જહાજો પણ મોકલી શકાશે. ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે બુધવારે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ગુરુવારથી વિશેષ ફ્લાઇટ માટે નોંધાયેલ ભારતીય નાગરિકોની પ્રથમ બેચને ઇમેઇલ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પછીની ફ્લાઇટ્સ માટે અન્ય નોંધાયેલા લોકોને સંદેશ મોકલવામાં આવશે.

ઇઝરાયેલમાં કેટલા ભારતીયો વસે છે?

એક રિપોર્ટ અનુસાર, લગભગ 18,000 ભારતીયો હાલમાં ઈઝરાયેલમાં છે. તેમાં લગભગ 1,000 વિદ્યાર્થીઓ, ઘણા આઈટી પ્રોફેશનલ્સ અને હીરાના વેપારીઓ પણ છે. મધ્ય ભારતમાં ઈઝરાયેલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ ગુરુવારે જણાવ્યું હતું કે, "ઈઝરાયેલમાં લગભગ 18,000 ભારતીય નાગરિકો છે, જેમાં 1,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જેનાથી અમે ખૂબ જ પ્રેમ કરીએ છીએ." ભારતીય વેપારી સમુદાય, જેમને અમે ખૂબ પ્રેમ આદર કરીએ છીએ, તે આપણા અર્થતંત્રમાં ફાળો આપે છે." 



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.