ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના અગ્રણી નેતા ઓપી કોહલીનું 87 વર્ષની વયે અવસાન થયું છે. ઓપી કોહલી એટલે કે ઓમ પ્રકાશ કોહલીના નિધનના સમાચાર તેમની પૌત્રીએ સોશિયલ મીડિયા મારફતે આપ્યા છે. તેમણે લખ્યું કે, મારા દાદા શ્રી ઓમપ્રકાશ કોહલી, ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજસભાના સાંસદનું નિધન થયું છે. આવતીકાલે સવારે 11.30 વાગ્યે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, આ દુઃખદ સમાચારથી રાજકારણમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મુખ્યમંત્રી, નેતાઓ ઓમપ્રકાશ કોહલીને તેમને સોશિયલ મીડીયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.
CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ આપી શ્રધ્ધાંજલી
ઓપી કોહલીના નિધન પર CM ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રા્જય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો છે. CM ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીજીના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. તેમના સરળ વ્યક્તિત્વ અને શિક્ષણ ક્ષેત્રે તેમના પ્રદાન બદલ તેઓ હંમેશા યાદ રહેશે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને સ્વજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ. હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી શોક સંદેશો પાઠવ્યો છે, તેમણે લખ્યું કે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ, ભાજપના અગ્રણી નેતા ઓમપ્રકાશ કોહલીજીના નિધનના સમાચાર અત્યંત દુ:ખદ છે, તેમનું સમર્પણ અને સેવાભાવ લોકોને હંમેશા પ્રેરણા આપતા રહેશે.
गुजरात के पूर्व राज्यपाल, भाजपा के वरिष्ठ नेता ओमप्रकाश कोहली जी के निधन का समाचार अत्यंत दुःखद है।
उनका समर्पण और सेवाभाव लोगों को हमेशा प्रेरित करता रहेगा।
ॐ शांति
गुजरात के पूर्व राज्यपाल, भाजपा के वरिष्ठ नेता ओमप्रकाश कोहली जी के निधन का समाचार अत्यंत दुःखद है।
उनका समर्पण और सेवाभाव लोगों को हमेशा प्रेरित करता रहेगा।
ॐ शांति