રાજ્યની 1606 પ્રાથમિક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વિધાનસભામાં આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2024-02-12 18:08:40

ગુજરાતમાં સ્માર્ટ સ્કૂલોની વાતો કરતી રાજ્યની ભાજપ પ્રાથમિક શાળાઓમાં પૂરતા શિક્ષકોની પણ ભરતી કરતી નથી. રાજ્યનું પ્રાથમિક શિક્ષણ રીતસર ખાડે ગયું છે. આ વાતની જાણકારી વિધાનસભામાં સરકારે જ જાહેર કરેલા આંકડા પરથી મળે છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાલ દરમિયાન ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીએ સવાલ કર્યો હતો કે રાજ્યમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં એક જ શિક્ષક ફરજ બજાવતો હોય તેવી કેટલી શાળાઓ છે? આ સવાલનો જવાબ આપતા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શાળાઓમાં શિક્ષકોની ભારે ઘટનો સ્વિકાર કર્યો હતો.  


1606 શાળાઓમાં શિક્ષકોની ઘટ


કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીના પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રી કુબેર ડીડોરે જણાવ્યું કે, 1606 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે. આ શાળાઓ પણ નિયમિત શાળાઓ જ છે આ શાળાઓમાં શિક્ષકને વતનનો લાભ આપવા સહિતના મુદ્દાઓને કારણે શિક્ષકોની સંખ્યા ઘટી છે, આ માટે જલ્દી ભરતી કરવામાં આવશે. અમદાવાદમાં પણ 17, ભરૂચમાં 102, બોટાદમાં 29, છોટાઉદેપુરમાં 283, દાહોદમાં 20, ડાંગમાં 10 અને ગાંધીનગરમાં શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. 5.3 ટકા શાળાઓમાં એક જ શિક્ષક હોવાનો સ્વીકાર સરકારે કર્યો છે. કોંગ્રેસના શૈલેષ પરમારે પ્રશ્ન કર્યો હતો કે, એક શિક્ષકથી શાળા ચાલતી હોય તેવી શાળાઓ 2022 માં 700 હતી તેની સામે આજે એક શિક્ષકથી શાળાઓની જગ્યા વધી રહી છે. આજે આ આંકડો 1606 પર પહોંચી ગયો છે. 


શિક્ષકોની ઘટવાળી શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી કરાશે


રાજ્યમાં એક જ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની વધુ શિક્ષકો મૂકવા અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં મંત્રી કુબેર ડીડોરે જણાવ્યું હતું કે, શિક્ષકોની ઘટવાળી શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી સત્વરે કરવામાં આવશે. પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓનું શિક્ષણ બગડે નહીં એ માટે આવી શાળાઓમાં યોગ્ય લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક મુકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેની સાથો-સાથ શાળાઓમાં વધઘટ કેમ્પનું આયોજન કરાય છે. જેમાં જિલ્લા ફેર અને જિલ્લાઓની આંતરિક બદલી કેમ્પનું આયોજન કરીને શિક્ષકોને વતનનો લાભ આપવાનો પ્રયાસ કર્યો છે. જેના પરિણામે આ ઘટ જોવા મળી રહી છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ફાળવણી RTE એક્ટ હેઠળ કરવામાં આવે છે. જેમાં 30 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષકની ફાળવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તેવી શાળાઓ પણ વધુ છે. જેના પરિણામે એકજ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. 


અમદાવાદની શાળાઓમાં 754 ઓરડાઓની ઘટ


રાજ્યમાં એક તરફ તો શિક્ષકોની તો ઘટ છે જ, તો બીજી બાજુ વિદ્યાર્થીઓના ભણતર માટે અનિવાર્ય એવા ઓરડાઓની પણ ઘટ છે. વિદ્યાર્થીઓને ભણવા માટે પૂરતા ક્લાસ, સુવિધાનો અભાવ છે. અમદાવાદ શહેર અને જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 754 ઓરડાઓની ઘટ છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો કે, અમદાવાદ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં 21 ઓરડાઓની ઘટ છે. અમદાવાદ શહેરમાં 449 સરકારી પ્રાથમિક શાળાઓ તો જિલ્લામાં 686  સરકારી પ્રાથમિક શાળાઓ હયાત છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?