આ તહેવારોની સીઝનમાં 62% લોકો ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા: સ્ટડી


  • Published By :
  • Published Date : 2022-11-01 19:28:21

તહેવારોની સીઝનમાં દેશમાં ઓનલાઈન ખરીદીનું પ્રમાણ વધી રહ્યું છે. દેશમાં આ વખતે પણ લોકોએ ખુબ ઓનલાઈન ખરીદી હતી. તહેવારોની મોસમમાં મળતી મોટી ઓફરોથી આકર્ષાઈને પણ લોકો ખરીદી કરતા હોય છે. જો કે આ તહેવારોની સીઝનમાં 62 ટકા લોકો સાથે ફ્રોડ થયો હોવાનું સામે આવ્યું છે.


એક સ્ટડીમાં થયો ઘટસ્ફોટ


નોર્ટન લાઈફ લોક તરફથી હેરિસ પોલ કરવામાં આવ્યો હતો, જેમાં આવેલા પરિણામો ચોંકાવી દે તેવા છે. આ સ્ટડીમાં 62 ટકા લોકો આ વર્ષની તહેલારોની સીઝનમાં ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા છે. મોટાભાગના લોકોની ઉંમર 18થી વધુ વયના લોકો ફ્રોડનો શિકાર બન્યા છે.  હેકર્સ દ્વારા અંગત માહિતી ચોરીને આ ફ્રોડ આચરવામાં આવ્યો હતો. 


ઓનલાઈન ફ્રોડથી બચવા શું કરવું?


તહેવારોની સીઝનમાં આવતી ઓફરના ચક્કરમાં ન પડો

કોઈ પણ લીંક જોબ ઓફર કે સેલની ઓફરને એક્સસ ન કરો

ઓનલાઈન ટ્રાન્ઝેક્સનમાં ઉતાવળ ન કરો

ઓનલાઈન ગેમ રમવા પ્રોત્સાહિત કરતી લિન્ક એક્સેસ  ન કરો




29 જૂને ઈન્ડિયન ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.... ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી..છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે..

અમદાવાદના શેલાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં વરસાદ પડવાને કારણે રસ્તા પર ભુવો પડી ગયો છે. કોંગ્રેસે આને લઈ સરકાર પર નિશાન સાધ્યું છે.

અમદાવાદના બોપલમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.. બંને ગાડી વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો છે કે બંને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.