અહો આશ્ચર્યમ: મહેસાણાના બિલ્ડરના બેંક ખાતામાંથી 37 લાખ રૂપિયા ઉપડી ગયા


  • Published By :
  • Published Date : 2023-01-02 17:31:13

ઈન્ટરનેટ બેંકિંગ જે ઝડપથી વધી રહ્યું છે તેટલા જ પ્રમાણમાં ઓન લાઈન ફ્રોડમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. મહેસાણામાં એક બિલ્ડરના ખાતામાંથી એક સામટા 37 લાખ રૂપિયા ઉપડી ગયાની ઘટના કિસ્સો સામે આવ્યો છે. દુષ્યંત પટેલના ICICI બેંકના ખાતામાંથી  37 લાખ રૂપિયા ઉપડ્યોનો મેસેજ આવતા જ તેમને ધ્રાસ્કો લાગ્યો હતો.  દુષ્યંતભાઈ ICICI બેંકના એકાઉન્ટથી પોતાના ધંધાકીય વ્યવહાર કરતા આવ્યા છે અને વર્ષોથી આઈ સી આઈ સી આઈ બેંકના માધ્યમથી લેવડ દેવડ કરતા આવ્યા છે. 


કોઈ OTP,કૉલ કે મેસેજ વિના છેતરપિંડી 


આ કેસની રસપ્રદ બાબતો તે છે કે બિલ્ડર દુષ્યંત પટેલે કોઈ પણ OTP,ફોન કૉલ, મેસેજ  કે પછી કોઈ અજાણી લિંક  એક્સેસ કરી નહોતી, તેમ છતાં ગઠીયાએ કરામત કરીને તેમના ખાતામાંથી 37 લાખ રૂપિયા જેટલી મોટી રકમ ખેરવી લીધી હતી. દુષ્યંતભાઈ ICICI બેંકમાં ખાતાની વિગત જાણવા ગયા પણ ત્યા તેને કોઇ સંતોષજનક જવાબ ન મળતા આખરે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


સાયબર ક્રાઈમ પોલીસ કરી રહી છે તપાસ


બિલ્ડર દુષ્યંત પટેલના સી સી એકાઉન્ટમાંથી એક જ દિવસમાં દસ મિનિટમાં 37 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતા આખો મામલો સામે આવ્યો છે. આ મામલે બિલ્ડરે મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને બિલ્ડરની ફરિયાદ બાદ પોલીસે વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલી રકમ સ્ટોપ કરી દીધી છે. જો કે આટલી મોટી રકમ કેવી રીતે અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ તેનો જવાબ તો પોલીસ પાસે પણ નથી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?