પહેલી ફેબ્રુઆરીએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ટી-20 મેચ માટે શરૂ થયું ઓનલાઈન બુકિંગ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-27 12:07:59

1 ફેબ્રુઆરીના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 મેચ રમાવાની છે. અમદાવાદ ખાતે આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિય એટલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાવાની છે. મેચને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 3જી મેચ માટેનું ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયું છે. 23 જાન્યુઆરીથી bookmyshowમાં આનું બુકિંગ ચાલું કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર માત્ર 48 કલાકમાં અનેક ટિકીટો વેચાઈ ગઈ હતી. 50000થી વધુ ટિકીટનું વેચાણ થઈ ગયું છે. 

Narendra Modi Stadium - Populous

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ

ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે ટી-20 મેચ રમાઈ રહી છે. આ શ્રેણીની ત્રીજી મેચ પહેલી ફેબ્રુઆરીના રોજ રમાવાની છે. પહેલી ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાવાની છે. આ મેચ માટેની ટિકીટનું વેચાણ ઓનલાઈન શરૂ થઈ ગયું છે. એક લાખથી વધુ કેપેસિટી ધરાવતા સ્ટેડિયમમાં આ મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને કારણે મોટી સંખ્યામાં લોકોએ મેચ જોવા માટે બુકિંગ કરાવી લીધું છે.  


ટિકીટોનું થઈ રહ્યું છે બુકિંગ 

500 અને 1000ના ભાવની ટિકીટનું વેચાણ શરૂ થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર 50000થી વધુ ટિકીટોનું વેચાણ થઈ ગયું છે. B-C-E અને F બ્લોકની ટિકીટનો ભાવ 1000 રુપિયા નક્કી કરાયો છે. તે સિવાય 2000,2500,4000, 6000 તેમજ 10,000 સુધીની ટિકીટો પણ મળે છે. તમામ ટિકીટોનું પણ વેચાણ થઈ રહ્યું છે. GCAના સૂત્રો અનુસાર મેચની ટિકીટનું માત્ર ઓનલાઈન બુકિંગ જ કરવામાં આવશે.       



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...