ભીખુસિંહ પરમારના કાર્યાલયમાં શરૂ થઈ ઓનલાઇન એપોઈનમેન્ટની સિસ્ટમ,કાર્યાલય બહાર લગાવાયું QR Code


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-11 15:31:16

આજનો જમાનો ડિજિટલનો જમાનો થઈ ગયો છે. દરેક વસ્તુઓ ઓનલાઈન થઈ રહી છે. ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર વડાપ્રધાન મોદી સતત ભાર આપતા રહે છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીઓ પણ આ માર્ગે ચાલી રહ્યા છે. વડાપ્રધાન મોદીની સૂચનો બાદ મંત્રીઓ આ અંગે કામ કરી રહ્યા છે. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના કાર્યાલયમાં ઓનલાઈન એપોઈનમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી સમયમાં તમામ મંત્રીઓની ઓફિસમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. 

 

ભીખુસિંહ પરમારે કરી ડિઝિટલ એપોઈનમેન્ટની શરૂઆત  

સમય સાથે દરેક વસ્તુમાં પરિવર્તન આવે છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરી દરેક વસ્તુમાં નવીનતા લાવી શકાય છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની કાર્યશૈલીમાં અનેક સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અનેક લોકો મંત્રીઓને મળવા આવતા હોય છે. ત્યારે મુલાકાતે આવતા લોકો માટે ઓનલાઈન એપોઈનમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે પોતાની ઓફિસમાં આ સિસ્ટમ લાગુ કરી છે. 


બારકોડ સ્કેન કરી મેળવી શકાશે એપોઈમેન્ટ 

જો હજી સુધી મંત્રીની મુલાકાત લેવી હોય તો કાર્યાલય ખાતે જઈ એક પરચી ભરીને મુલાકાત મેળવી શકાતી હતી. પરંતુ હવે ઓનલાઈન એપોઈનમેન્ટ લેવાની લેશે. મંત્રીઓના કાર્યાલયની બહાર મોબાઈલ બોક્સ પાસે ક્યુઆર કોર્ડ રાખવામાં આવશે. આ કોર્ડને સ્કેન કરી મુલાકાત માટેની વિગતો ભરવાની રહેશે. આમ ઓનલાઈન એપોઈનમેન્ટના માધ્યમથી મંત્રીઓની મુલાકાત લઈ શકાશે. હજી તો એક જ મંત્રીએ આ કાર્યપદ્ધતિ અપનાવી છે. ત્યારે આવનાર સમયમાં આ સિસ્ટમ અનેક મંત્રીઓ માટે લાગુ કરવામાં આવશે.   




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?