ડુંગળીના ભાવ આસમાને, માત્ર એક સપ્તાહમાં ભાવ રૂ. 70ને વટાવી ગયો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું


  • Published By :
  • Published Date : 2023-10-31 22:33:34

ગરીબોની કસ્તુરી મનાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. તહેવારોની સીઝનમાં સમગ્ર દેશમાં ડુંગળીના ભાવ વધતા સામાન્ય લોકોથી માંડીને સરકાર પણ ચિંતિંત છે. ગુજરાત સહિત દેશમાં 6 રાજ્યો એવા છે જ્યાં ડુંગળીનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે. ઓછા ઉત્પાદન અને સમયસર પુરવઠો ન મળવાને કારણે ડુંગળીના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.  કેન્દ્રીય કન્ઝ્યુમર અફેર્સ વિભાગની વેબસાઈટ અનુસાર, ઉત્તર ભારતના મહત્વના રાજ્ય દિલ્હી અને દક્ષિણ ભારતના પુડુચેરીમાં ડુંગળીના ભાવ રૂ. 70ને વટાવી ગયા છે. ગુજરાતના રાજકોટ, અમદાવાદ, સુરત, ભાવનગર અને ભૂજમાં માત્ર એક સપ્તાહમાં રૂ. 30ની કિલો વેંચાતી ડુંગળી હવે રૂ. 70 એટલે કે ડબલ ભાવે વેંચાઈ રહી છે.  ડુંગળીનાં ભાવમાં વધારો થતાં  પણ ગરીબ-મધ્યમ વર્ગની ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. 


શા માટે ભાવ વધ્યો?


રાજ્યમાં સ્થાનિક ખેડૂતોના ડુંગળીના પાક ઉપર માવઠું કહેર બનીને ત્રાટક્યું હોવાથી સ્થાનિક ઉત્પાદનમાં ગાબડું પડ્યું છે. વળી ગુજરાતમાં ડુંગળીનો જથ્થો કર્ણાટક, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી આવે છે. જો કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાને કારણે ડુંગળીના પાકને મોટું નુક્શાન થયું છે. ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રમાં ડુંગળીના જૂના સ્ટોકની ક્વોલિટી પર પણ અસર થઈ છે. જેને લઈને ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તહેવારો પૂર્વે સંગ્રહખોર વેપારીઓ દ્વારા ડુંગળીનો સંગ્રહ કરવામાં આવતો હોવાને કારણે પણ ભાવમાં વધારો થતો હોવાની ચર્ચા વેપારીઓમાં ચાલી રહી છે. મિશ્ર વાતાવરણનાં કારણે પાકને નુકસાન જતા આગામી સમયમાં પણ ભાવ વધારો આગળ વધવાની શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડુંગળીનો નવો જથ્થો હજુ બજારમાં આવ્યો નથી. જેને લઇને પણ ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આગામી સમયમાં હજુ પણ ડુંગળીના ભાવ વધી શકે તેમ છે, અને સારી ગુણવત્તાની ડુંગળીનાં ભાવો રૂ. 100ની સપાટી આસપાસ પહોંચે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.


કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર બ્રેક લગાવી 


કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ માટે 800 ડોલર પ્રતિ ટનની ફ્લોર પ્રાઈસ નક્કી કરી ત્યાર પછી ભાવમાં તેજીને બ્રેક લાગે તેવી શક્યતા છે. નિકાસ પરના પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. સરકારે બફર સ્ટોક માટે બે લાખ ટન ડુંગળી ખરીદવાની જાહેરાત કરી છે અને અત્યાર સુધીમાં પાંચ લાખ ટનનો સ્ટોક ખરીદવામાં આવ્યો છે.કૃષિ બજાર સાથે સંકળાયેલા સૂત્રોના મુજબ મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા ડુંગળી ઉત્પાદક રાજ્યોમાંથી નવો જથ્થો નહીં આવે ત્યાં સુધી ડુંગળીના ભાવ ઉંચા જળવાઈ રહેવાની શક્યતા છે. કમસેકમ દિવાળી સુધી બજારમાં ઉંચા ભાવ જળવાઈ રહેવાની શક્યતા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.