દેશભરમાં મોંઘવારી આસમાને પહોંચી છે. દુધ, દહી, અનાજ, કઠોળ, શાકભાજી, તથા પેટ્રોલ, ડિઝલના ભાવ કુદકેને ભૂસકે વધી રહ્યા છે. જો કે હવે ડુંગળી પણ રડાવવાની તૈયારી કરી રહી છે. દેશભરમાં ડુંગળીના ભાવમાં ઉછાળો આવ્યો છે.
ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 50 રૂપિયાએ પહોંચી જશે
બજારમાં નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં ડુંગળીનો નવો ન આવે ત્યાં સુધી ભાવમાં ઉછાળો ચાલુ રહેશે. સમાચાર અનુસાર, ઘણી જગ્યાએ ડુંગળીની છૂટક કિંમત રૂ.40 પ્રતિ કિલોને પાર થઈ ગઈ છે. વેપારીઓનું કહેવું છે કે ડુંગળી ટૂંક સમયમાં રૂ.50 પ્રતિ કિલોને પાર કરી શકે છે. ઓક્ટોબરની શરૂઆતમાં, છૂટક બજારમાં ડુંગળી 15 થી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતી. ડુંગળીની ખરીદ કિંમત પખવાડિયા પહેલાની સરખામણીએ લગભગ 30-40% વધારે છે. સામાન્ય રીતે ડુંગળીની ખરીદ કિંમત રૂ.15 થી રૂ.30 પ્રતિ કિલોની વચ્ચે હોય છે. ડુંગળીના વેપારીઓના જણાવ્યા પ્રમાણે રવિ પાક પછી ભાવ સ્થિર થશે. ડુંગળીના કુલ ઉત્પાદનમાં રવિ ડુંગળીનો ફાળો 70% છે.