છેલ્લા એક વર્ષમાં ગુજરાતે અમને ખૂબ પ્રેમ આપ્યો છે. એક નાનકડા સપનાથી શરૂ થયેલી સફર આજે એક મુકામે પહોંચી ગઈ છે. લાખો લોકોનો પ્રેમ અમને મળી રહ્યો છે. એક વર્ષની સફરમાં અનેક વખત અમે એવા પ્રશ્નોની રજૂઆત કરી છે જે દરેક ગુજરાતીને જાણવું જોઈએ. આપણે શહેરમાં વસીએ છીએ પરંતુ ગુજરાતમાં જ અંતરિયાળ વિસ્તારો એવા છે જે પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. જમાવટે પોતાનો બર્થ-ડે એ ગામડામાં જઈને સેલિબ્રેટ કર્યો જ્યાં પાકા રસ્તાઓ નથી, વીજળી નથી, શાળા છે પરંતુ ત્યાં માત્ર 8 જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એપ્લિકેશન પણ આ જ વિદ્યાર્થીઓના હસ્તે લોન્ચ કરવામાં આવી છે. છોટાઉદેપુરના બાળકો વચ્ચે પહેલો બર્થ-ડે જમાવટે મનાવ્યો હતો.
નાના બાળકોના હસ્તે લોન્ચ થઈ જમાવટની એપ્લિકેશન
જમાવટ આજે પોતાની પહેલી બર્થ-ડે મનાવી રહ્યું છે. એક વર્ષની આ યાત્રા બહુ જ યાદગાર રહી. અનેક એવા પ્રશ્નો અમે આ સફર દરમિયાન ઉઠાવ્યા જે સામાન્ય માણસને સીધી રીતે અથવા તો આડકતરી રીતે તમારા જીવન પર અસર કરતા હોય છે. અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો પણ વિકાસના એટલા જ હકદાર છે. તે પણ સન્માનના હકદાર છે. મોટા માણસોના હસ્તે અમે અમારી એપ્લિકેશન લોન્ચ કરાવી શકતા હતા. પરંતુ અમે એવા બાળકોના હસ્તે એપ્લિકેશન લોન્ચ કરાવી જેમણે નાની ઉંમરમાં જ અનેક સંઘર્ષો જોયા છે. અનેક મુશ્કેલી વેઠ્યા બાદ પણ સપના જવાનું નથી છોડતા. એ આંખોમાં પણ એ જ સપના છે જે આપણી આંખોમાં હોય છે. નાની આંખોમાં મોટા સપના જોવા. સંઘર્ષોથી ઘેરાયેલા હોવા છતાંય એ બાળકોએ શાળામાં જવાનું નથી છોડ્યું. આ છે અમારા હમસફર નિરાશ થયા વગર, સોનેરી ભવિષ્યની શોધમાં સતત ઉજાસ પાથરતા બાળકોની વચ્ચે પહોંચ્યું છે જમાવટ.
એક વર્ષમાં અમને સમજાયો સંઘર્ષનો ખરો અર્થ!
જે બાળકો વચ્ચે જમાવટે પોતાના બર્થડે સેલિબ્રેટ કર્યો છે તે બાળકો અને અમારી વચ્ચે એક જ સામ્યતા છે દરેક અવરોધો, દરેક મુશ્કેલીઓ, પડકાર અને સિમીત સંશાધનો વચ્ચે જોવાયેલા વિશાળ સપનાઓની. અને આજ સામ્યતા અમને છોટા ઉદેપુર ખેંચી ગઈ હતી. એ બાળકો જેમની આંખોમાં વિશાળ સપના જોવાની હિંમત છે. સંઘર્ષો વચ્ચે પણ પોતાને સાબિત કરવાની. જમાવટના એક વર્ષમાં જે અનુભવ અમને થયો તેના પરથી અમને સાહસનો ખરો અર્થ સમજાયો.