એત તરફી પ્રેમમાં પાગલ યુવકે અમદાવાદના સરદારનગરમાં રહેતી પરિણીતા પર કર્યો જીવલેણ હુમલો


  • Published By :
  • Published Date : 2023-05-18 16:35:24

રાજ્યમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકો સમાજ અને કાયદાના શાસન માટે ચિંતાનો વિષય બન્યા છે. અમદાવાદના સરદારનગરમાં રહેતી પરિણીતા સાથે પણ સુરતના ગ્રીષ્મા હત્યા કેસ જેવી ઘટના બની છે. પરિણીતાએ લગ્નની ના પાડતા જ ગુસ્સે થયેલો યુવક છરી લઈને તૂટી પડ્યો અને ગળાના ભાગે છરી મારી દીધી હતી. છરીના ઘા વાગવાથી લોહીલુહાણ થયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યારે પાગલ પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે.


કઈ રીતે પ્રેમ પાગર્યો?


અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર સરદાર નગરમાં રહેતી મહિલાના લગ્ન રાજસ્થાનમાં તેના સમાજના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ તે મહિલા માતા બની. જોકે થોડા સમયથી તે મહિલાને પતિ સાથે અણબનાવ થતા તે બાળકને લઈને પિયરમાં પાછી આવી ગઈ હતી. બાદમાં તેણે દીકરાને ભણવા માટે નજીકની સ્કૂલમાં મૂક્યો હતો. તે રોજ રિક્ષામાં દીકરાને સ્કૂલે મૂકવા માટે જતી હતી. આ દરમિયાન તેની રીક્ષા લઈને આવનારા નવીન કોસ્ટી નામના યુવક સાથે ઓળખાણ થઈ હતી, અને બંને પ્રેમમાં પડ્યા હતા.


મહિલાએ લગ્નની ના પાડતા યુવક ઉશ્કેરાયો 


અમદાવાદના સરદારનગરમાં રહેતી પરિણીત પ્રેમિકાને પામવા માટે યુવક તેના પરિવાર સાથે મહિલાના પિતાના ઘરે પહોંચી ગયો હતો. તેણે બધાની હાજરીમાં મહિલાને પોતાની સાથે લગ્ન કરવા માટે કહ્યું પણ તેએ ના પાડી હતી, કારણ કે તેના છૂટાછેડા થયા ન હતા, પરંતુ નવીન જીદ પકડીને બેઠો હતો. ત્યાંરે પરિણીતાએ છૂટાછેડા લીધા નથી તો કઈ રીતે તેની સાથે લગ્ન કરે તેવી વાત કરી હતી. આથી પ્રેમી ઉશ્કેરાયો હતો અને છરી વડે પ્રેમિકાને લોહીલુહાણ કરી નાખી હતી.  




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...