Sabarkanthaના હિંમતનગરમાં અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થતા ટોળુ આક્રમક બન્યું, પથ્થરમારો કર્યો, જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-24 18:54:46

અમારા ગામમાં બ્રિજ મંજૂર થયો છે... પણ કામ ચાલુ કરાતુ નથી... અનેકવાર રજૂઆતો કરીને થાકી ગયા પણ અધિકારીઓ સાંભળતા નથી... એવામાં ગામમાં થાય છે એક અકસ્માત અને ગ્રામજનો આક્રોશમાં આવે છે... વિરોધ કરે છે હાઈવે બંધ કરી દે છે.. અને પોલીસની ગાડીને પણ સળગાવી દે છે.. ટોળુ આક્રમક બનતા પોલીસને ટિયરગેસના સેલ છોડવાની જરુર પડે છે.. આ ઘટના છે સાબરકાંઠાના હિંમતનગરના ગામડી ગામની.. 


ટોળાએ સળગાવી પોલીસની ગાડી

અકસ્માતના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.. અનેક લોકોએ પરિવારજનોને અકસ્માતમાં ગુમાવ્યા છે. ત્યારે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગામડી ગામ પાસે આજે સવારે અકસ્માતનો બનાવ બન્યો.. આ બનાવમાં ગામના એક વ્યક્તિનું મોત નિપજ્યું. મોત નિપજ્યા બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો. એ હદે ગ્રામજનોએ વિરોધ કર્યો કે પોલીસની ગાડીને પણ સળગાવી દીધી.. 


વાહનની અડફેટે આવતા એક વ્યક્તિનું થઈ ગયું મોત 

વિગત એવી છે કે, હિંમતનગરના ગામડી પાસે શુક્રવાર સવારે દૂધ ભરાવવા જતા એક ગ્રામજન વાહનની અડફેટે આવ્યા..વાહન સાથે ટક્કર થતા તેમનું અકસ્માતમાં મોત થયું. ત્યારબાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે નં-48 બ્લોક કર્યો હતો. જોત જોતામાં ગામડીથી હિંમતનગર તરફ અને ગામડીથી ગાંભોઈ તરફ વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જેને લઈને પોલીસ સ્થળ પર પહોંચી. જ્યાં રોષે ભરાયેલું ટોળું વિફર્યું અને પોલીસ વાહન ટોળાએ સળગાવી દીધું હતું...


ગ્રામજનોએ કાયદાને હાથમાં લીધો

જોત જોતામાં ટોળું આક્રમક બન્યું. જેને લઈને જિલ્લા પોલીસ વડા, ડીવાય એસપી, એલસીબી, એસઓજી સહીત જિલ્લાની પોલીસ પહોંચી ગઈ હતી... ગ્રામજનોએ હાઈવે પર મોટા મોટા લાકડા અને પથ્થરો મુકીને બંને બાજુથી રોડને બ્લોક કરી દીધો હતો....અધિકારીઓએ ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો છતાં  ટોળાએ કાયદાને પોતાના હાથમાં લીધો. રસ્તા પર જ ટાયર સળગાવ્યા હતા. આ સાથે ટોળાએ ત્રણથી ચાર ગાડીના કાંચ પણ તોડી નાખ્યા હતા. 


વિરોધને પગલે વાહનોને કરાયા ડાયવર્ટ 

વાત અહીંયા પૂરી ના થઈ પોલીસ પર આ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. તો સામે પોલીસે પણ ટોળું વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા.આ બનાવને લઈને દોઢ કલાકથી વધારે ટ્રાફિક જામ રહ્યો. જેથી નેશનલ હાઈવેનો રૂટ ડાયવર્ટ કરવાની ફરજ પડી. જેમાં અમદાવાદથી ઉદેપુર તરફ જતા વાહનોને ગાંભોઈ થઈને તલોદ થઈને મજરા તરફ અને હિંમતનગરથી રણાસણ થઈને ગાંભોઈ થઈને ઉદેપુર તરફ વૈકલ્પિક માર્ગ પર વાહનો ડાયવર્ટ કરવા પડ્યા.  હાલ સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે.  


તાત્કાલિક ફ્લાય ઓવર બનાવાની ગ્રામજનોની માગ 

ગ્રામજનોનું કહેવું છે કે અહીં અવારનવાર અકસ્માત સર્જાય છે, અકસ્માતમાં ઘણાય નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષનો ભોગ ન લેવાય એ માટે અહીં તાત્કાલિક ફ્લાય ઓવર બનાવવામાં આવે.... લોકોનું એવું પણ કહેવું છે કે, તેમની માંગ ઉકેલવામાં આવે નહીંતર ઉગ્ર વિરોધ કરવામાં આવશે... વિરોધ કરવો એ ગામ લોકોનો હક છે પણ કાયદો હાથમાં લઈને વિરોધ કરવાનો હક તો કોઈને પણ નથી... તમે આ મુદ્દે શું માનો છો તે અમને કમેન્ટમાં કહો..    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?