‘ડબલ એન્જિનમાંથી એક એન્જિન ખરાબ થઈ ગયું છે, હવે નવા એન્જિનની સરકાર લાવો’


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-28 16:59:12


ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજનીતિ ગરમાઈ  રહી છે.ત્યારે અરવિંદ કેજરીવાલ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે આજે પંચમહાલના મોરવાહડફ ખાતે જનસભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ફરીથી IBના રિપોર્ટનો ઉલ્લેખ કરીને ગુજરાતમાં AAPની સરકાર બનતી હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે AAPની ગેરંટીનો ઉલ્લેખ કર્યો હતો.


આ વખતે શું કહ્યું અરવિંદ કેજરીવાલએ ???


કેજરીવાલે કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં કંઈક ગજબની હવા ચાલી રહી છે. જ્યાં જઈએ ત્યાં ઝાડુ ચાલી રહી છે. જ્યાં જઈએ લોકો કહે છે બદલાવ જોઈએ, પરિવર્તન જોઈએ. IBનો રિપોર્ટ છે કે ગુજરાતની ચૂંટણીમાં ડિસેમ્બરમાં AAPની સરકાર બની રહી છે. વધુમાં તેમણે કહ્યું પંજાબમાં સ્વાસ્થ્ય મંત્રી ગોટાળો કરતા હતા. ભગવંત માનને જાણ થતા જ તેમને જેલમાં નાખી દીધા. AAP કટ્ટર ઈમાનદાર સરકાર છે. મારો દીકરો, ભાઈ ચોરી કરશે તો એ લોકો પણ જેલમાં જશે. છોડશું નહીં એમને પણ. 15 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પણ ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે. ગુજરાતમાં દેશમાં સૌથી વધુ મોંઘવારી છે. હું તમને સૌથી પહેલા મોંઘવારીથી છૂટકારો અપાવીશ. 


ડબલ એન્જિનની સરકાર પર સાધ્યો નિશાનો !!!

કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું, કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. કોંગ્રેસના વોટ વેહેંચાવા ન જોઈએ. કોંગ્રેસના તમામ વોટ આપમાં આવવા જોઈએ. હું થોડા દિવસ પહેલા વડોદરા ગયો, મને જોઈને છોકરાઓ મને મોદી-મોદી કહેવા લાગ્યા. મેં એમને કહી દીધું, જેટલું મોદી-મોદી કરવું હોય એટલું કરી લો. જ્યારે તમારા ઘરમાં કોઈ બીમાર હશે ત્યારે કેજરીવાલ જ કામ આવશે. તમારા બધાના ઘરનું લાઈટબિલ પણ કેજરીવાલ જ માફ કરશે. આ લોકો કહે છે કે ડબલ એન્જિનની સરકાર. અરે એક એન્જિન ખરાબ થઈ ગયું છે. હવે નવું એન્જિન લાવો, નવા એન્જિનની સરકાર.





વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...