વન નેશન વન ચલણ પ્રોજેક્ટ કરાયો શરૂ, કાયદાનો ભંગ કરી ચલાણ ન ભરનાર વિરૂદ્ધ કરાશે આ કડક કાર્યવાહી, સાંભળો શું કહ્યું IPS Safin Hasanએ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-17 14:27:15

જ્યારે આપણે કોઈ કાયદાનો ભંગ કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે કહેતા હોઈએ છીએ કે કાયદો જ તોડવા માટે બનાવવામાં આવે છે. કાયદાનો ભંગ કરી લોકોને આનંદ થતો હોય તેવું ઘણી વાર લાગે છે. જો કોઈ ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તો લોકોને કદાચ મૂર્ખ ગણતા હશે. રસ્તા પર મુખ્યત્વે લોકો હેલ્મેટ વગર, સીટ બેલ્ટ વગર ડ્રાઈવિંગ કરતા જોવા મળતા હોય છે. જો કોઈ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થાય છે તો ઈ મેમો ફાડવામાં આવે છે. કદાચ તમારા ઘરમાં પણ દંડ ભરવાનું ફરફરીયું આવ્યું હશે. પરંતુ જો તમે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો છો તો ચેતી જજો કારણ કે રાજ્ય સરકાર દ્વારા વન નેશન વન ચલણ પ્રોજેક્ટને અમલમાં મૂક્યો છે એનઆઈસીના સહયોગથી. મોબાઈલ એપ્લીકેશનમાં ઈ ચલણ એપ્લિકેશન 16મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી છે.

વન નેશન વન ચલણ પ્રોજેક્ટની કરાઈ શરૂઆત  

દેશભરમાં 15મી જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવવાની છે. ટ્રાફિકના નિયમો અંગે લોકો જાગૃત થાય, નિયમોનું પાલન કરે તે માટે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા. ત્યારે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર તેમજ દંડ ન ભરનાર લોકો વિરૂદ્ધ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. વન નેશન વન ચલણ અંતર્ગત જો ઈ ચલણની અવગણના કરી તો તમારી મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિકના નિયમ ભંગ કરનારને મોબાઈલ નંબર પર જ એસએમએસ થકી ઈ-ચલણ મોકલી આપશે, જો વાહન ચાલક ઈચ્છે તો સ્થળ પર જ તે ઈ-મેમો ભરી શકે છે . 


જો ચલણની અવગણના કરી તો..

નવા પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક પોલીસ નિયમ ભંગ કરતા સમયે જ દંડ ભરવાનો મોકો આપશે. જો તમે ન ભરો તો 90 દિવસમાં મોબાઈલ દ્વારા ઓનલાઈન ઈ-ચલણ ભરી શકશો. જો તમે આ સમયગાળા દરમિયાન દંડ નહીં ભરો તો વર્ચ્યુઅલ કોર્ટમા કાર્યવાહી કરવામાં આવશે. જો તે બાદ પણ દંડ નહીં ભર્યો હોય તો ફિઝિકલ કોર્ટમાં કેસ ચાલશે અને તે બાદ જેલની સજા પણ થઈ શકે છે. 


ટ્રાફિકના નિયમોને પાળવા લોકોને કરી પોલીસે અપીલ  

લોકો ટ્રાફિકના નિયમોનું પાલન સારી રીતે કરે તે માટે રાજ્ય સરકારે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં આ પ્રોજેક્ટને અમલ મૂકવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી છે. આ એપ્લિકેશનમાં ભારતના કોઈ પણ રાજ્યની ગાડી કોઈ પણ અન્ય જગ્યાએ નિયમોનું ભંગ કરશે તો તેને આ એપ્લિકેશનની મદદથી પોલીસ ઈ ચલણ આપી શકશે. ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે. એક પ્રશ્ન થાય કે શું આ નિયમો પોલીસ માટે પડશે કારણ કે અનેક વખત આપણે જોયું હશે કે પોલીસકર્મીઓ જ ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?