ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો દેખાઈ રહ્યો છે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે જેમાં ભાજપ દ્વારા હજી સુધી એક પણ ઉમેદવારનું નામ બહાર પાડવામાં નથી આવ્યું તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ 160 ઉમેદવારોનના નામ જાહેર કરી દીધા છે. વડોદરાની વાઘોડિયા બેઠક ચર્ચામાં આવી છે અહીંયા ધારાસભ્ય જે દબંગ ધારાસભ્યની છાપ ધરાવે છે મધુ શ્રીવાસ્તવ એક મોઢું બે વાતો કરી રહ્યા છે
તેમણે પ્રતિક્રિયા આપી છે કે આ વખતે હું નહીં તો મારી પત્નીને ચુંટણી લડાવીશ અને પછી કહેવા લાગ્યા કે 'ના હું જ ચુંટણી લડીશ' આ ધારાસભ્યનું વ્યક્તિત્વ પહેલાથી જ કઈક અલગ રહ્યું છે તેઓને વિવાદોની ટોકરી કહીએ તો નવાઈ નથી
ટિકિટ કપાવવાનો ડર ?
તાજેતરમાં એવી ચર્ચા હતી કે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાવાના પૂરેપૂરા એંધાણ છે. ભાજપ દ્વારા મધુ શ્રીવાસ્તવને વાઘોડિયા બેઠક પર ટિકિટ નહીં આપવામાં આવે.જેથી કદાચ મધુ શ્રી વાસ્તવએ આ મહત્વનું નિવેદન આપ્યું છે કે હું નહીં મારી પત્ની ચુંટણી લડશે
વાઘોડિયા વિધાનસભા
ભાજપ આ બેઠક પર 1998થી પ્રભુત્વ ધરાવે છે. ભાજપના ધારાસભ્ય શ્રીવાસ્તવ મધુભાઈ આ બેઠક પર સતત પાંચ ટર્મથી ચુંટાઇ આવે છે. 1995માં તેઓ અપક્ષ લડયા હતા, ત્યારે પણ ચૂંટાયા હતા.ગત 2017ની ચૂંટણીની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર શ્રીનિવાસ મધુભાઈને 63049 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉભા રહ્યા હતા. તેઓને 52734 મત મળ્યા હતા. મધુભાઈ આ ચૂંટણીમાં વિજય થયા હતા. તેમણે થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું કે, નો રિપીટ થિયરી વાઘોડિયાના ધારાસભ્ય માટે નહીં હોય. એકંદરે તેઓ ચૂંટણી લડવા માંગે છે અને ટિકિટ નહીં આપે તો પણ તેમણે ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે.
ભાજપના બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને બાહુબલી નેતા માનવામાં આવે છે. તેઓ અવારનવાર વિવાદથી ઘેરાયેલા રહે છે. આમ તો ભાજપમાં શિસ્તના નામે ઘણા પગલાં લેવાય છે, પણ મધુ શ્રીવાસ્તવ તેમાં બાકાત હોય છે.
મધુ શ્રીવાસ્તવના પત્ની તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેમના પુત્રી પણ રાજકારણમાં સક્રિય હોવાનું જાણવા મળે છે. થોડા સમય પહેલા તેમના પુત્રને કોર્પોરેશનની ટિકિટ અપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બે સંતાનના નિયમના કારણે તેની ઉમેદવારી રદ કરવામાં આવી હતી.