વધુ એક યુવાનનું થયું Heart Attackને કારણે મોત, ઉદ્યોગપતિ અને Patidar સમાજના અગ્રણી કલ્પેશભાઈ તંતીનું થયું નિધન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-16 10:15:42

દેશ અને દુનિયામાં હ્રદયના હુમલાથી નિધન થવાના બનાવો વધી રહ્યા છે, એક સમય હતો જ્યારે 50થી વધુ ઉંમરના લોકોને હુમલા આવતા હતા અને તેમના નિધન થઈ જતા હતા પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે 15-17 વર્ષના છોકરાઓનને પણ હુમલો આવવાના બનાવો સામે આવી રહ્યા છે અને તેમના નિધન થઈ રહ્યા છે. આ બધા બનાવોની વચ્ચે વધુ એક સમાચાર આવ્યા છે કે ખોડલધામના ટ્રસ્ટી કલ્પેશભાઈ તંતીનું હ્રદય રોગના હુમલાથી અકાળે મોત નિપજ્યું છે. 



પૂજા દરમિયાન ખોડલધામના ટ્રસ્ટીને આવ્યો હાર્ટ એટેક  

46 વર્ષના ખોડલધામનાં ટ્રસ્ટી કલ્પેશભાઈ તંતીનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં પરિવાર તથા લેઉવા પાટીદાર સમાજમાં શોકનુ મોજુ ફરી વળ્યું છે. કલ્પેશ ભાઈ રાજકોટના નાના મૌવા રોડ પર રાજ રેસીડેન્સીમાં પોતાના ઘરે ગઈકાલ સાંજે પૂજા કરી રહ્યા હતા એ દરમિયાન આ બનાવ બન્યો છે. ભગવાનની પૂજા કરવા દરમિયાન હાર્ટ એટેક આવતા પરિજનો તેમને દવાખાને લઈ ગયા હતા પરંતુ એ દરમિયાન તેમનું નિધન થઈ ગયું હતું.તેમની સ્મશાન યાત્રા નિકળી તેમાં અનેક પ્રકારના રાજકારણીઓ અને સમાજના લોકો પણ હાજર રહ્યા હતા.

અચાનક મૃત્યુ થતાં સમાજમાં ફેલાઈ શોકની લાગણી  

કલ્પેશભાઈ તંતીની વાત કરીએ તો તે એક ઉદ્યોગપતિ હતા, બિલ્ડર હતા અને પાટીદાર સમાજમાં સામાજિક આગેવાન પણ હતા. કાગવડના ખોડલધામના ટ્રસ્ટી તરીકે તે સેવા પણ આપતા હતા અને લેઉવા પટેલ ટ્રસ્ટ સોમનાથમાં પણ ટ્રસ્ટી હતા. સામાજિક આગેવાનનું નિધન થતાં સમાજમાં ન પૂરાય તેવી ખોટ પડી છે. હમણા થોડા સમયથી હુમલાના બનાવો ઘણા વધી રહ્યા છે ગુજરાતના બનાવોની વાત કરીએ તે પહેલા ડોક્ટર પાસે જઈએ અને પૂછીએ કે તેમના મંતવ્યો મુજબ કારણો શું હોઈ શકે. 



યુવાનો બની રહ્યા છે હૃદય હુમલાનો ભોગ

આવા સતત બનાવો વધી રહ્યા છે. કોઈ ચાલતા ચાલતા તો કોઈ બોલતા બોલતા તો કોઈ તો વળી બેઠા બેઠા ગુજરી જાય છે. ગુજરાતમાં બનાવો સામે આવ્યા તે ચોંકાવી દે તેવા છે. ક્રિકેટ રમવા જતા મોત થયું એ સાંભળીને હવે લોકોને નવું નથી લાગતું કે ક્રિકેટ રમતા રમતા મોત થયું પણ ગંભીરતાથી તેને જોવું પડશે કારણ કે એક સમયે 70 વર્ષના વ્યક્તિને હુમલો આવતો હતો હવે એ 15 કે 20 વર્ષના છોકરાઓને હુમલાઓ આવી રહ્યો છે. તેની પાછળના કારણો પણ નથી ખબર પડી રહ્યા છે. 



શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ભરખી રહ્યો છે કાળ રૂપી હાર્ટ એટેક  

હમણા જ ગુરુ પૂર્ણિમાં ગઈ તેમાં બે બનાવો બન્યા હતા, 17 વર્ષનો વિદ્યાર્થી ક્લાસમાં બેઠો હતો અને ઢળી પડે છે દવાખાને લઈ જવામાં આવે છે તો ડોક્ટર કહે છે મુદિત નડિયાપરા હવે આ દુનિયામાં નથી. તેના પહેલાના દિવસે જ અરવલ્લીના મોડાસામાં વીસ વર્ષના પર્વ સોનીનું હૃદય હુમલાને કારણે મોત થઈ જાય છે. હમણા સુરતના ઓલપાડના નરથાણા ગામમાં પણ નિમેશ આહીરનું હાર્ટ એટેકથી મોત થયું હતું, 


રાજકોટના શાસ્ત્રીનગરના મયૂર મકવાણાનું ક્રિકેટ રમતા મોત થયું હતું, રાજકોટના રેસકોર્સમાં તો ગાડી ચલાવતા ચલાવતા એકભાઈને એટેક આવી ગયો હતો, દ્વારકાના ધરમપુરના પ્રવીણભાઈ કંજરિયાનું 26 વર્ષે હુમલાના કારણે મોત થયું હતું, હમણા ત્રણ તારીખે ગુરુપૂર્ણિમાના દિવસે તો કોઈએ સપને પણ ના વિચાર્યું હોય તેવું થયું હતું, એક 10મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી ગુરુપૂર્ણિમાની તૈયારી કરી રહ્યો હતો અને ગુરુની સેવા કરતા કરતા તે પૂરી ન થઈ શકે તેવી નિંદ્રામાં જતો રહ્યો, એજ દિવસે જૂનાગઢના ચોરવાડમાં 17 વર્ષના છોકરાનું નાળિયેરીના વાડીમાં કામ કરતા કરતા મોત થઈ ગયું હતું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?