સુરતમાં એથર ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગમાં વધુ એક કામદારનું મોત, મૃત્યુઆંક વધીને 8 થયો, માલિકો સામે નોંધાશે ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-12-05 14:54:15

સુરતના સચિન જીઆઈડીસીમાં આવેલી સ્પેશિયાલિટી કેમિકલ મૅન્યૂફૅક્ચરિંગ કંપની એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ફૅક્ટરીમાં લાગેલી ભયાનક આગમાં વધુ એક કામદારનું મોત નિપજ્યું છે. આ સાથે જ મૃત્યુઆંક વધીને 8 થઈ ગયો છે. આગની ઘટનામાં બે ડઝનથી પણ વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં 40 વર્ષીય પ્રમોદ મદારી ગૌતમનો પણ સમાવેશ થતો હતો. ઈજાગ્રસ્ત પ્રમોદ મદારીનું સારવાર દરમિયાન મોત થતા મામલો વધુ વણસ્યો છે. આ મામલે કાંઈક રંધાઈ રહ્યું છે તેવી ગંધ આવતા હવે FSL અને NGT તપાસ શરૂ કરી છે. 


NGTએ કલેક્ટર અને GPCBને નોટિસ 


સુરત એથર ઇન્ડસ્ટ્રીઝમાં આગ મામલે NGT (નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે) કલેક્ટર અને GPCBને નોટિસ ફટકારી છે. 8 ડિસેમ્બરે યોજાનારી સુનાવણીમાં હાજર રહેવા કલેક્ટર અને પ્રદુષણ બોર્ડને પણ આદેશ અપાયા છે. વળતર માટે NGT કોર્ટ દ્વારા તપાસ કરવા કમિટીની રચના કરાશે અને વળતરની જાહેરાત બાદ વળતર ચૂકવાયું કે કેમ તે અંગે તપાસ કરાશે. NGT ઉપરાંત સુરતની પણ 2 સંસ્થાઓ દ્વારા કેસ દાખલ કરાયો છે.  NGT દ્વારા રચાયેલી કમિટી વિસ્ફોટના કારણોની પણ તપાસ કરશે.


FSLએ શરૂ કરી સેમ્પલ લેવાની કામગીરી


હવે આ મામલે 9 દિવસ બાદ મોડે મોડે FSLપણ એક્સનમાં આવ્યું છે. FSL દ્વારા ઘટનાના 9 દિવસ બાદ સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરાઈ છે અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટનું બહાનું આગળ કરી મોડું થયાનો દાવો કરાયો છે. 9 દિવસ સુધી સેમ્પલ નહીં લેવાતા તપાસની તટસ્થતા સામે પણ આક્ષેપો થઈ રહ્યાં છે.  


આગનું કારણ સામે આવ્યું 


એથર ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગનું કારણ  તપાસ કમિટીના રિપોર્ટમાં જાણવા મળ્યું છે. એથરમાં ટ્રેટા હાઇડ્રોફ્યુરન સોલ્વન્ટને કારણે આગ લાગ્યાનો ઘટસ્ફોટ થયો છે. ફેક્ટરીમા કામ કરતા કામદારોના જણાવ્યા મુજબ ટ્રેટા હાઇડ્રોફ્યુરન સોલ્વન્ટની ટેન્કમાં ધડાકો થયો હતો જો કે આગમાં મૃત્યુ પામેલા શ્રમિકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટની કમિટી રાહ જોઇ રહી છે. બુધવાર સાંજ સુધીમાં તપાસ કમિટી રિપોર્ટ સોંપે તેવી શક્યતા છે. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ દ્વારા એથરના માલિકો સામે કોર્ટમાં કેસ દાખલ કરાશે અને તપાસ સમિતીના રિપોર્ટ બાદ પોલીસ ફરિયાદ અંગે નિર્ણય લેશે. વિસ્તૃત રિપોર્ટ બાદ કઈ કલમો અંતર્ગત કેસ નોંધવો તે અંગે નિર્ણય લેવાશે. ઉલ્લેખનિય છે કે એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, સુરત (ગુજરાત, ભારત) વિભિન્ન ઇન્ટરમિડિયેટ કેમિકલ્સ અને ટૅક્નૉલૉજી સેક્ટરમાં કાર્યરત કંપની છે. તેની પ્રોડક્ટો ફાર્માસ્યૂટિકલ, ઍગ્રોકેમિકલ, મટિરિયલ સાયન્સ, કોટિંગ, ફોટોગ્રાફી માટે વપરાતા રસાયણો, એડિટિવ અને ઑઇલ તથા ગૅસ સહિતના રસાયણ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવામાં આવે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?