એક જમાનો હતો જ્યારે આપણે માનતા હતા કે હાર્ટ એટેક માત્ર ઉંમર લાયક લોકોને જ આવે. પરંતુ કોરોના બાદ તો યુવાનો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. પરંતુ હવે તો શાળામાં ભણતા બાળકો પણ હૃદય હુમલાનો શિકાર બની રહ્યા છે. ત્યારે હાર્ટ એટેકે વધુ એક વિદ્યાર્થીનીનો ભોગ લીધો છે. કર્ણાટકના ચામરાજનગરની એક શાળામાં જ્યારે સવારની પ્રાર્થના થઈ રહી હતી તે દરમિયાન તે અચાનક ઢળી પડી અને જ્યારે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યારે ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં આવી પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે.
વધુ એક વિદ્યાર્થીનીનું થયું હાર્ટ એટેકને કારણે મોત
કોરોના સમયમાં પણ અનેક પરિવારો વિખેરાઈ ગયા હતા. કોરોનાથી લોકોનું રક્ષણ થાય તે માટે વેક્સિન આપવામાં આવી હતી પરંતુ લોકોનો એવો દાવો છે કે કોરોના વેક્સિન લીધા બાદ લોકોમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ વધી ગયું છે. વાત સાચી પણ છે જેટલા પણ હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેમાં મુખ્યત્વે દરેક લોકોએ વેક્સિનના ડોઝ લીધા હતા. થોડા સમય પહેલા પણ એવા સમાચાર સામે આવ્યા હતા જેમાં શાળામાં ભણતો વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું, તે પહેલા પણ એક વિદ્યાર્થીનીનો ભોગ હાર્ટ એટેકે લીધો હતો, ત્યારે આજે પણ આવો એક કિસ્સો કર્ણાટકના ચામરાજનગરથી સામે આવ્યો છે જેમાં 10માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત હૃદય હુમલાને કારણે થયું છે.
અનાથ હોવાને કારણે વિદ્યાર્થીની રહેતી હતી હોસ્ટેલમાં!
આ મામલે મળતી માહિતી અનુસાર સવારે સ્કૂલની સભા ચાલી રહી હતી. રાષ્ટ્રગીત ચાલી રહ્યું હતું ત્યારે પેલિશા અચાનક ઢળી પડી હતી. ત્યાં હાજર શિક્ષકને લાગ્યું કે ચક્કર જેવી કોઈ સમસ્યા થઈ હશે. પરંતુ ધીરે ધીરે વિદ્યાર્થીનીની તબિયત વધારે ખરાબ થવા લાગી. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી. વિદ્યાર્થીનીનો જીવ બચાવવા ડોક્ટર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ તેનો જીવ બચાવ શક્યા ન હતા. ડોક્ટરના જણાવ્યા અનુસાર પ્રાથમિક દ્રષ્ટિએ વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોય તેવું લાગી રહ્યું છે. જે વિદ્યાર્થીનીનું મોત થયું છે તેના માતા પિતા નથી, મતલબ કે તે અનાથ હતી અને તે શાળાની હોસ્ટેલમાં રહેતી હતી.
જીંદગીનો કોઈ ભરોસો નથી...
મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ રમત રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. જીવનનો કોઈ ભરોસો નથી. આનંદ ફિલ્મનો એક ડાયલોગ યાદ આવે છે, जिंदगी और मौत उपर वाले के हाथ में है जहांपनाह, जिसे ना आप बदल सकते हैं ना मैं। हम सब तो रंगमंच की कठपुतलियां हैं, जिसकी डोर उपर वाले के हाथ बंधी हैं, कब, कौन, कैसे उठेगा, ये कोई नहीं जानता।