વધુ એક પોલીસકર્મી દારૂની તસ્કરી કરતા ઝડપાયો, છોટા ઉદેપુર જિલ્લાની નસવાડી પોલીસે બે લોકોની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-11-24 14:21:03

ગુજરાતમાં દારૂબંધીના કાયદો એક મજાક બની ગયો છે. દારૂની તસ્કરી અને વેચાણ બેરોકટોક થઈ રહ્યું છે. પોલીસ સાથે સાંઠગાઠ કરીને બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરે છે. ઘણી વખત તો એવું બને છે કે પોલીસકર્મીઓ જ દારૂની તસ્કરી કરતા પકડાયા હોવાના અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસે SRP ગ્રુપના કોન્સ્ટેબલને  દારૂની તસ્કરી કરતા પડડી પાડ્યો છે. હવે સવાલ એ થાય છે કે દારૂબંધીના કાયદોનો અમલ કરાવવાની જવાબદારી જેમના માથે છે તે પોલીસકર્મીઓ જ જો દારૂની તસ્કરી કરતા હોય તો પછી ફરિયાદ કોને કરવી?


બે લોકોની ધરપકડ


રાજ્યમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને જાણે સરકારી પગાર ઓછો પડતો હોય તેમ સાઈડ બિઝનેસ તરીકે દારૂની તસ્કરી પણ કરે છે. પોલીસ વાહન કે વર્દીમાં દારૂની હેરાફેરી કરતા આવા ભ્રષ્ટ પોલીસકર્મી પર કોઈને શંકા પણ જતી નથી તેથી તેમનું કામ આસાન બની જાય છે. જેમ કે  છોટાઉદેપુરના નશવાડી પોલસે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સનો ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે એક આરોપી મહીપાલસિંહ જાડેજા છે જે ડિયાદ SRP ગ્રુપનો કોન્સ્ટેબલ છે. જ્યારે તેની સાથે રહેલા બીજા આરોપીનું નામ દીપકસિંહ સોલંકી છે. પોલીસે બાતમીના આધારે કવાંટથી નસવાડી તરફ આવતી કારને રોકીને તપાસ હાથ ધરી હતી, પોલીસ તપાસમાં કારની ડેકીમાં દારૂ ભરેલો જોવા મળ્યો હતો. પોલીસે 1 લાખ રૂપિયાનો દારૂ અને કાર સહિત 4 લાખનો મુદ્દામાલ કબ્ઝે કર્યો છે. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી વિદેશી દારૂ તથા તે માટે ઉપયોગમાં લેવામાં આવેલા વાહનને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...