ખેડામાં બિલોદરા નશા કારક સીરપ કાંડમાં વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. આ તરફ પોલીસ તપાસમાં પણ હવે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલામાં મુંબઈ કનેક્શન ખૂલ્યું છે. બિલોદરા નશાકારક સીરપમાં સારવાર લઈ રહેલ વધુ એક વ્યક્તિનું મોત થયું છે. આ તરફ પોલીસ તપાસમાં મુખ્ય આરોપી યોગેશ સિંધીએ નડિયાદમાં પોતાની સિરપ ફેક્ટરીમાં બનાવી હોવાનું અને જેલમાં મળેલા અને અન્ય વ્યક્તિ સાથે મળીને કારોબાર ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
કેમિકલ લાવીને અન્ય પદાર્થો ઉમેરીને બનાવાતી હતી સીરપ!
પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, આ કેસનો આરોપી યોગેશ સિંધી ઉર્ફે યોગીએ આ સિરપ નડિયાદ સ્થિત પોતાની ફેકટરીમાં બનાવી હતી. આ સિરપ બનાવવા જેલમાં રહેલા એક આરોપી અને તેનો અન્ય વ્યક્તિ સાથે મળીને આ સિરમ ફોર્યુમુલા મેળવીને સમગ્ર કારોબાર ચલાવતો હતો. આ સિરપ બનાવવા ઇથેનોલ જેવું અન્ય કેમિકલ મુંબઈના તોફિક નામના રિટેલર પાસેથી લાવવામાં આવતુ હતુ. આ કેમિકલ લાવીને અન્ય પદાર્થ ઉમેરી ફેકટરીમાં જ આ બોટલો પેક કરવામાં આવતી હતી. યોગીએ દવાઓ બનાવવા માટેનું લાયસન્સ પણ મેળવ્યુ હતુ. જેની આડમાં તે નશા કારક સિરપ બનાવવાનો ગોરખ ધંધો ચલાવતો હતો.
સિરપકાંડના મુખ્ય આરોપી ઈશ્વર સોઢાના પિતાનું થયું મોત!
ખેડાના બિલોદરામાં નશાકારક સીરપ કાંડમાં વધુ એકનું મોત થયું છે. વિગતો મુજબ બિલોદરામાં સાંકળ સોઢા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. મૃતક સાંકળ સોઢા બિલોદરા સીરપ કાંડના મુખ્ય સિરપ વેંચનાર આરોપીના પિતા હોવાનું સામે આવ્યું છે. કિશોર સોઢા અને ઈશ્વર સોઢાના પિતા સાંકળભાઈ સોઢાનું અમદાવાદ સિવિલમાં મોત થયું છે. વિગતો મુજબ દેવ દિવાળીના પર્વ પર સાંકળભાઈએ સીરપની બોટલ પીધી હતી. જે બાદમાં અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. આ દરમિયાન વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે.
સિરપને જિલ્લાઓ સુધી પહોંચાડવા માટે બનાવાયું હતું નેટવર્ક!
આ કેમિકલ લાવી પોતાની મોકમપૂરા સ્થિત ફેકટરીમાં જ આ સિરપ બનાવવામાં આવતી હતી. રો મટીરીયલ લાવી સિરપ બનાવીને ખેડા, આણંદ અને વડોદરા જિલ્લામાં પહોંચાડવા સુધીનું નેટવર્ક બનાવેલું હતું. પોલીસે ગતરોજ કેમિકલ આપનાર મુંબઈના રિટેલર તોફિકની પણ ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે.